Western Times News

Gujarati News

છાતીમાં દુખાવાના કારણે કેદીને બહાર કાઢ્યોઃ PSOને ધક્કો મારી ભાગી ગયો

AI Image

૬૦ વર્ષીય છાપાના ફેરિયાને અટકાવી તેના ગળા પર છરી મૂકી હતી-પકડાયા પછી આરોપી જેલમાં હતો

ભુજ,  કચ્છના ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લોકઅપમાંથી નાસી છૂટતા પશ્ચિમ કચ્છ પોલીસ દોડતી થઈ છે. મંગળવારે (૧૨ ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બીમારીનું બહાનું કાઢીને આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભુજમાં છરીની અણીએ લૂંટ આચરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયા ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લાકઅપમાંથી નાસી ગયો હતો. મંગળવારે (૧૨ ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યે પોલીસના નાક નીચેથી ભાગી ગયો હતો. જ્યારે રાત્રે જમાવાનું આપવા માટે પીએસઓએ લોકઅપ ખોલ્યું ત્યારે આરોપીએ છાતીમાં દુખાવાનું બહાનું કર્યું હતું.

છાતીમાં દુખાવાના કારણે તેને બહાર કાઢવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે અચાનક પીએસઓને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગયો હતો. હાજર પોલીસ કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં તે અંધારામાં ગુમ થઈ ગયો હતો. જોકે, ત્યારથી હજુ સુધી પોલીસ તેની શોધખોળ કરી રહી રહી છે.

નોંધનીય છે કે, આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયાએ ૧૬ જુલાઈએ અડધી રાત્રે ૩ વાગ્યે સુખપર પાસે ઇકો કાર લઈને પસાર થતા ૬૦ વર્ષીય છાપાના ફેરિયાને અટકાવી તેના ગળા પર છરી મૂકી હતી. બાદમાં ઉમર અને તેના અન્ય સાથીઓએ તે શખસ પાસેથી ૭ હજાર રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.

ઘટનાની જાણ થતા માનકૂવા પોલીસની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી તેને ઝડપી લીધો હતો. જોકે, પકડાયા બાદ પણ આરોપી પોલીસના સકંજામાંથી ભાગી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.