Western Times News

Gujarati News

“પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના નિર્ણય પર સરકાર આજે પણ અડિખમ”

૧૯૮૦માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારે 2022માં સ્થગિત કરી દીધો હતો

વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

Ø  રાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છેકોઇપણ નવો DPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટરજૂ કરાયો નથી-ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.

Ø  પારતાપીનર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ૨૦૧૭માં બનેલા DPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથી

રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કેપાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ ૨૦૨૨માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે.

તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કેપાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ ૧૯૮૦માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. શ્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – ૨૦૧૭માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં.

તાજેતરમાં રાજ્યસભામાં ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ અને ૨૭ જુલાઈ ૨૦૨૫ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભારાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.

રાજ્યસભામાં જે DPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-૨૦૧૭નો જ છે અને વર્ષ ૨૦૧૭ પછી કોઇપણ નવો DPR જાહેર કરાયો નથી.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે પણ ૧૦મી ઑગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કેકેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઇ ઉદ્દેશ્ય નથી.

ગુજરાત સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટને આગળ ન વધારીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.  વર્ષ ૨૦૨૨માં આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના નિર્ણય પર આજે પણ સરકાર અડગ છે.

પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કેવિપક્ષે આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઇએ નહી. ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.