Western Times News

Gujarati News

તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકો શ્રીહરિકોટા સ્થિત ISROનો પ્રવાસ પૂર્ણ કરી સુરત આવી પહોંચ્યા

આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરવન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યારોચક અનુભવો જાણ્યા

 નવાચાર સમાન શૈક્ષણિક પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે

 તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે

           :આદિજાતિશિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો

 ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકોએ પ્રથમ વખત ચેન્નાઈ ખાતે ઈસરોની મુલાકાત લીધી હતી. ઈસરો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરવન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા

અને સુરત એરપોર્ટના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતાતેમના રોચક અનુભવો જાણ્યા હતા. તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા હતા.

    આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ- તાપી કે તારે‘ અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકોએ તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો.

    આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કેરાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસેવિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે એ માટે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ પ્રેરણાદાયી છે.

શિક્ષણના સંગમ સમાન આ પ્રોજેક્ટ- શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ થાય એ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાપી જિલ્લાની જેમ આદિજાતિ જિલ્લાઓના બાળકો પણ પ્રેરક શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લઈ કારકિર્દીનું નવું ભાથું મેળવે એ માટે આદિજાતિ વિભાગ સક્રિયપણે યોગદાન આપશે.

 મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કેઆદિજાતિ બાળકો માટે આ પ્રેરણાપ્રવાસ જીવનભરનું સંભારણું બની રહેશે તેમજ વિજ્ઞાનટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પગથિયા સમાન બનશે. આ પ્રકારના નવાચાર સમાન પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે.

  શ્રી ડીંડોરે કહ્યું કેપૂર્વ વડાપ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ દેશને ‘જય જવાનજય કિસાન’ નારો આપેલોસ્વ.અટલબિહારી વાજપેયીએ ‘જય જવાનજય કિસાન’ની સાથે ‘જય વિજ્ઞાન’ અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘જય અનુસંધાન’ના નારા ઉમેરી વિજ્ઞાન અને અનુસંધાનની મહત્તાને ઉજાગર કરી છે.    

   તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે૨૮ આદિજાતિ વિદ્યાર્થીઓએ ISROના સંશોધન કાર્યઅવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણી છે. ચોખાના રોટલા ખાનારા વિદ્યાર્થીઓએ ચેન્નાઈમાં ઢોસાનો સ્વાદ ચાખ્યો છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે આ સમૂહના મહત્તમ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બની દેશસેવા કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

   ઈસરો મુલાકાત દરમિયાન બાળકોએ ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લીધી તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવ્યા હતા.

    ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો પ્રવાસ અમારા માટે વિજ્ઞાનટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો છે એમ તમામ વિદ્યાર્થીઓએ એકસૂરે જણાવ્યું હતું.

    આ પ્રસંગે તાપીના પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોડસંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

.

કઈ રીતે થઈ હતી વિદ્યાર્થીઓની પસંદગી પ્રકિયા?

ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બની હતી. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પસંદ કરાયા હતા.

.

ઈસરો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન-વિજ્ઞાનની સફર બન્યો

વિદ્યાર્થીઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાતલઈ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના હૃદયસ્થળ ગણાતા આ કેન્દ્રમાં લોન્ચ બેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરઅદ્યતન ટેક્નોલોજીરોકેટ લોન્ચિંગ પ્રકિયાનું મોનિટરિંગ,  રૉકેટની સ્થિતિઓરબીટ અને વૈજ્ઞાનિક ગતિવિધિઓને નજીકથી નિહાળી હતી. વ્હિકલ એસેમ્બલી બિલ્ડિંગલોન્ચ ટાવરફ્યુઅલિંગ સિસ્ટમ અને કાઉન્ટડાઉન વિસ્તાર વૈજ્ઞાનિકો પાસેથી રૉકેટના પ્રકારોસેટેલાઈટના ઉપયોગોલોન્ચિંગ પ્રોસેસતેમજ અવકાશમાં આવતા પડકારો વિશે માહિતી મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.