દિવાલ પર લખેલા મેસેજમાં આતંકવાદી હુમલાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કરાયો

પોલીસે આસપાસ લાગેલા સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ શરુ કરી
આતંકવાદીઓએ પૂરીના જગન્નાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી
પૂરી,ઓડિશાના પુરીમાં બુધવારે જગન્નાથ મંદિરની દિવાલો પર આતંકવાદી હુમલાની ધમકી ભર્યાે મેસેજ લખેલો જોવા મળ્યો, જેના કારણે હડકંપ મચી ગયો હતો. બારમી શતાબ્દીના આ પ્રસિદ્ધ મંદિરની પાસે લખેલી આ ચેતવણી ઉડિયા અને અંગ્રેજીમાં ભાષામાં લખેલી હતી. આ ધમકીભર્યાે મેસેજ મંદિરની નજીક એક અન્ય નાના મંદિરની દિવાલ પર લખેલો હતો, જે હેરિટેજ કોરિડોરની પાસે છે.
આ ધમકીભર્યા મેસેજનો અર્થ એવો થાય છે કે, ‘આતંકવાદી જગન્નાથ મંદિર પર હુમલો કરીને તેને નષ્ટ કરી નાંખશે.’આ મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ હતો અને કેટલાક મોબાઈલ નંબર લખીને કોલ કરવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે, સ્થાનિક લોકોએ તરત જ આ મેસેજને ભૂંસી નાંખ્યો, પરંતુ આ પહેલા આ મેસેજના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
આ ધમકીની સાથે-સાથે હેરિટેજ કોરિડોરની શણગાર માટેની લાઈટનોને પણ નુકસાન થયું હતું. આ વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગ થાય છે અને સતત સીસીટીવીની દેખરેખમાં રહે છે. આ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો પેદા થઈ રહ્યા છે. પોલીસે આસપાસ લાગેલા સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.ss1