જીવના જોખમે નર્મદા નદી કિનારે સેલ્ફી લેતા ૩ યુવાનનો ભરતીના પાણીમાં ફસાયા

આ ઘટના બે દિવસ પહેલા ઘટનાનું પુનરાવર્તન છે અગાઉ પાંચ યુવાન ભરતીના પાણીમાં ફસાયા હતા.
સ્થાનિક નાવિકોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા
અંકલેશ્વર,જીવના જોખમે નર્મદા નદી કિનારે સેલ્ફી લેતા યુવાન ભરતી ના પાણીમાં ૩ યુવાનો ફસાયા ગયા હતા. આ ત્રણ દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. બે દિવસ અગાઉ પાંચ યુવાન ભરતી ના પાણીમાં ફસાયા હતા. નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે સુરક્ષા અને સલામતીના પગલાં લેવાની માંગ કરી હતી.
ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોના જીવ જોખમમાં મૂકવાનું બીજો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર તરફના છેડે ત્રણ યુવાનો સેલ્ફી લેવા માટે નદીના પાણીમાં ઉતર્યા હતા. અચાનક ભરતી ના પાણી આવતા ત્રણેય યુવાનો એ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. આ ઘટના બે દિવસ પહેલા ઘટનાનું પુનરાવર્તન છે.
અગાઉ પાંચ યુવાન ભરતીના પાણીમાં ફસાયા હતા. સ્થાનિક નાવિકોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે.ss1