રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજવંદન કરાવશે

File Photo
૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૫
રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે
ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગતો:
કેબિનેટ મંત્રીશ્રીઓ | ||
ક્રમ | મંત્રીશ્રીનું નામ | જિલ્લો |
૧. | શ્રી કનુભાઈ દેસાઈ | ગણદેવી-નવસારી |
૨. | શ્રી ઋષિકેશભાઈ પટેલ | પ્રાંત્રીજ-સાબરકાંઠા |
૩. | શ્રી રાઘવજીભાઈ પટેલ | જામનગર |
૪. | શ્રી બલવંતસિંહ રાજપૂત | વલસાડ |
૫. | શ્રી કુંવરજીભાઈ બાવળીયા | ગીરગઢડા-ગીર સોમનાથ |
૬. | શ્રી મુળુભાઈ બેરા | ઓખા મંડળ- દ્વારકા |
૭. | ડૉ. કુબેરભાઈ ડિંડોર | જાંબુઘોડા પંચમહાલ |
૮. | શ્રીમતી ભાનુબહેન બાબરિયા | પડધરી-રાજકોટ |