Western Times News

Gujarati News

મને શરૂઆતથી જ ટાઇપકાસ્ટ કરવામાં આવી છેઃ મૌની રોય

હજુ પણ એક એક્ટર તરીકે ભુખ છે અને મહત્વાકાંક્ષાઓ છે

જ્યારે કેટલાંક ડાન્સ રિયાલિટી શો સહીતના રિયાલિટી શોમાં ભાગ લીધો તો લોકો કહ્યું કે હું વધારે પડતી ગ્લેમરસ છું.

મુંબઈ, પહેલાં ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ પછી ‘મહાદેવ’ અને બાદમાં ‘નાગિન’ સિરીયલથી મૌની રોય ઘર-ઘરમાં એક જાણીતો ચહેરો બની ગઈ હતી. ત્યાર પછી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી તો એમાં પણ ‘ગોલ્ડ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મમાં તેના અભિનયના વથાણ થયા હતા. છતાં તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મૌની કહે છે કે તેને શરૂઆતથી જ ટાઇપ કાસ્ટ કરી દેવામાં આવી છે. તેથી હવે તેને આવી બાબતોથી કોઈ ખાસ પરક પડતો નથી.મૌનીને ઓફર થતાં રોલ વિશે તે કહે છે, “મારી કૅરિઅરની શરૂઆતથી જ મને ટાઇપ કાસ્ટ કરી દેવામાં આવી છે.

જ્યારે મેં ક્યુંકી સાસ ભી કભી બહુ થી કરી તો લોકો કહેતાં કે ગર્લ નેક્સ્ટ ડોર રોલ કરતી છોકરી ગ્લેમરસ રોલ ન કરી શકે. મેં જ્યારે કેટલાંક ડાન્સ રિયાલિટી શો સહીતના રિયાલિટી શોમાં ભાગ લીધો તો લોકો કહ્યું કે હું વધારે પડતી ગ્લેમરસ છું. જ્યારે મેં મહાદેલમાં સતીનો રોલ કર્યાે તો લોકોએ કહ્યું કે મારો લૂક વધારે પડતો ઇન્ડિયન છે. મેં જ્યારે નાગિન કરી તો લોકોએ કહ્યું કે એ માત્ર ફિક્શન, ફેન્ટસી કે માઇથોલોજિકલ શો જ કરે છે.

મેં હંમેશા આવી ટીકાનો સામનો જ કર્યાે છે, તેથી હવે મને તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી.”મૌની આગળ કહે છે, “મને કોઈ ફરક નથી પડતો, તમે મને ગ્લેમરસ કહો, સ્ટાઇલિશ કહો કે બીજું કંઈ – કે એવું કહો કે એ તો કેટલાક રોલ માટે જ બની છે. મેં જ્યારે ર્બ્હ્માસ્ત્ર કે ભૂતની કરી તો, લોકોએ કહ્યું કે હું આવા રોલ માટે જ બની છું. ” મૌનીએ આગળ એમ પણ કહ્યું કે તેનામાં હજુ પણ એક એક્ટર તરીકે ભુખ છે અને મહત્વાકાંક્ષાઓ છે, તેને હજુ સારી સ્ક્રીપ્ટ અને અલગ પ્રકારના રોલ જોઈએ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.