સુષ્મિતાએ OTT પ્લેટફોર્મ્સ પાસે સામે ચાલી કામ માગ્યું હતું

‘મેં તેમને કહ્યું, કે હું પાછી આવવા અને કામ કરવા માગું છું’
સુષ્મિતા છેલ્લે ૨૦૨૩માં ‘તાલી’ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે એક ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો રોલ કર્યાે હતો
મુંબઈ, સુશ્મિતા સેન પદડા પર અને વાસ્તવિક જીવન બંનેમાં બિન્દાસ્ત અને બેબાક રોલ કરવા માટે જાણીતી એક્ટ્રેસ છે. હવે તેણે ખુલાસો કર્યાે છે કે તે એક લાંબા બ્રેક પછી ફરી એક્ટિંગમાં પાછી ફરવા માગે છે. મિસ યુનિવર્સ હોવા છતાં તે કામ માગતા અચકાતી નથી, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુશ્મિતાએ આ અંગે ખુલાસો કર્યાે છે. તેણે કહ્યું કે તેણે પોતે નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર સહિતના પ્લેટફર્મનો સંપર્ક કર્યાે અને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સુષ્મિતાએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું, “મેં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને હોટસ્ટારના અધિકારીઓને સામેથી કોલ કર્યાે હતો અને મેં કહ્યું, “મારું નામ સુષ્મિતા સેન છે. હું એક એક્ટર છું, હું એક એક્ટર રહી ચુકી છું. અને હવે હું ફરી એક વખત કામ શરૂ કરવા માગુ છું. મેં આઠ વર્ષથી કામ નથી કર્યું અને એ ઘણો લાંબો સમય કહેવાય.””સુષ્મિતા છેલ્લે ૨૦૨૩માં ‘તાલી’ ફિલ્મમમાં જોવા મળી હતી, જેમાં તેણે એક ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો રોલ કર્યાે હતો.
આ રોલ માટે એક તરફ તેના વખાણ થયાં તો બીજી તરફ આ રોલ સુષ્મિતાને બદલે કોઈ ટ્રાન્સજેન્ડર કલાકારે જ કરવો જોઈએ એવી દલીલ પણ થઈ હતી. ત્યારે સુષ્મિતાએ કહ્યું હતું કે શરૂઆતમાં તે પણ અચકાતી હતી પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે ગૌરી સાવંત પોતે ઇચ્છતા હતા કે આ રોલ સુષ્મિતા જ કરે. આઠ વર્ષ લાંબા બ્રેક અંગે સુષ્મિતાએ કહ્યું કે આ રીતે કામથી દુર રહેવાથી તેને જોઈતો હતો એવો દૃષ્ટિકોણ મળ્યો હતો. તે માને છે કે એક કલાકાર તરીકે જીવનના અનુભવોનો હિસ્સો બનવું અને તેનું નિરિક્ષણ કરવું ખુબ મહત્વનું છે.
સુષ્મિતાએ ૨૦૨૦માં આર્યાથી ઓટીટીમાં ડેબ્યુ કર્યું હતું, આ સિરીઝની બંને સીઝન રામ માધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ સિરીઝ પહેલાં તેણે કેટલીક કોમેડી ફિલ્મોમાં કામ કર્યું હતું.ss1