Western Times News

Gujarati News

બે-બે પત્ની રાખનાર અરમાન મલિક કાનૂની મુશ્કેલીમાં ફસાયો

કોર્ટે યુટ્યુબર, તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકાને સમન્સ મોકલ્યા

અરમાન મલિક અને પાયલ મલિક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે

મુંબઈ,યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી ૩ ફેમ અરમાન મલિક કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગયો છે. કોર્ટે અરમાન મલિક અને તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકને સમન્સ મોકલ્યા છે. યુટ્યુબર પર હિન્દુ લગ્ન કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ ઉપરાંત, મા કાલીનું અપમાન કરવા બદલ પાયલ મલિકને નોટિસ પણ મોકલવામાં આવી છે.અરમાન મલિકનું સાચું નામ સંદીપ છે અને તે હિન્દુ ધર્મનો છે. લાઈવ હિન્દુસ્તાનના અહેવાલ મુજબ, પટિયાલા જિલ્લા કોર્ટે અરમાન મલિક અને તેની બે પત્નીઓને નોટિસ મોકલી છે.

આ અંતર્ગત, કોર્ટે ત્રણેયને ૨ સપ્ટેમ્બરે સમન્સ મોકલ્યા છે.આ સમન્સ દવિંદર રાજપૂત દ્વારા દાખલ કરાયેલી અરજી હેઠળ અરમાન મલિક અને તેની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકને મોકલવામાં આવ્યો છે. દાખલ કરાયેલી અરજીમાં, યુટ્યુબર અરમાન મલિક પર બે વાર નહીં પરંતુ ચાર વાર લગ્ન કરવાનો આરોપ છે, જે હિન્દુ લગ્ન કાયદાનું ઉલ્લંઘન છે. તમને જણાવી દઈએ કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ, હિન્દુ ધર્મમાં માનતો કોઈપણ વ્યક્તિ એક સમયે ફક્ત એક જ વાર લગ્ન કરી શકે છે.

જ્યારે અરમાન બે પત્નીઓ સાથે રહે છે.અરમાન મલિક અને પાયલ મલિક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ખરેખર, પાયલે થોડા સમય પહેલા હિન્દુ દેવી કાલીના અવતારમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે હતો. હવે અરજીમાં કહેવામાં આવ્યું છે કે આમ કરીને તેણે ધાર્મિક માન્યતાઓનું અપમાન કર્યું છે.

જોકે, પાયલે તે વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પરથી પહેલાથી જ હટાવી દીધો છે. પોતાની ભૂલ સ્વીકારતા, પાયલ અને અરમાન ૨૨ જુલાઈએ પટિયાલાના કાલી માતા મંદિર ગયા હતા અને માફી માંગી હતી. આ ઉપરાંત, તેમણે મોહાલીના કાલી મંદિરમાં સાત દિવસ સેવા કરીને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત પણ કર્યું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.