“હર રેલ ઘર તિરંગા”માં 18000 રેલ પરિવારોની ઐતિહાસિક ભાગીદારી

મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ના પ્રમુખ શેફાલી ગુપ્તા બન્યા પ્રેરણા સ્ત્રોત
અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને નવી ઊર્જા આપે તે રીતે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO), અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી શેફાલી ગુપ્તાના નેતૃત્વમાં ન્યુ રેલવે કોલોની, સાબરમતી ખાતે “હર રેલ ઘર તિરંગા” રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ આયોજનમાં 2000 થી વધુ રેલવે પરિવારજનો જોડાયા હતા. રેલીની શરૂઆત સાબરમતીના કોમ્યુનિટી હોલથી થઈ હતી અને રેલવે કોલોનીના વિવિધ માર્ગો પરથી પસાર થતાં દેશભક્તિના રંગમાં રંગાયેલા વાતાવરણમાં “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા ગૂંજતા રહ્યા હતા.
કાર્યક્રમમાં માનનીય વિધાયક ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે: “વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર તિરંગા’ના આહવાને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો છે અને રેલવે પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે।”
શ્રીમતી શેફાલી ગુપ્તા, જે વર્ષોથી જનસેવા અને સમાજ કલ્યાણના કાર્યમાં અગ્રણી છે, તેમણે જણાવ્યું હતું કે: “હર ઘર રેલ તિરંગા, હર દિલ મે ભારત – આ છે આપણી દેશભક્તિની સાચી ઓળખ.” તેમની પ્રેરણાથી આ અભિયાન માત્ર એક રેલી ન રહી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો ઉત્સવ બની ગયો
રેલી બાદ 500 થી વધુ ઘરોમાં કોલોનીવાસીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી 15 ઓગસ્ટના દિવસે દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક ફરકાવવામાં આવે. અમદાવાદ મંડળ દ્વારા 14 ઓગસ્ટ 2025 મણિનગર અને અન્ય રેલવે કોલોનીઓમાં પણ આ અભિયાન જારી રહેશે.
આ વર્ષે સમગ્ર અમદાવાદ રેલ મંડળમાં 18,000 થી વધુ ઘરોમાં તિરંગાનું વિતરણ કરવાની યોજના છે. સાથે જ અમદાવાદ મંડળ ના પોતાના સ્ટાફ સાથે ખાસ “ફોટો તિરંગા સાથે” સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં રેલવે કર્મચારીઓએ પોતાનું તિરંગા સાથેનો ફોટો પાડીને @DRMAhmedabad ને ટૅગ કરવાનો છે #HarRailGharTiranga હેશટૅગ સાથે પોસ્ટ કરવાનું રહેશે. મંડળ શ્રેષ્ઠ ફોટોને એવોર્ડ પણ આપશે.
આ રીતે પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે દેશની પ્રગતિ સાથે સાથે સામાજિક એકતા અને રાષ્ટ્રનિર્માણમાં પણ હંમેશા આગેવાન રહ્યું છે.