Western Times News

Gujarati News

વોટ ચોરીના આરોપ મામલે રાહુલ ગાંધી એફિડેવીટ આપે નહીં તો દેશની માફી માંગેઃ ચૂંટણીપંચ

નવી દિલ્હી, ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચે આજે રવિવારે (૧૭ ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી.

જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી રપક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યા છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.’ આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે ચૂંટણી પંચ અને મતદાર યાદીને લઈને જે આરોપ લગાવ્યા છે, તે નિરાધાર છે અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પૂરાવા છે તો તેમણે ૭ દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા ર્મ્ન્ં દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી નથી રહ્યા અથવા તો જમીની સ્તરે વાસ્તવિક્તાને નજરઅંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, અમારા માટે ના કોઈ પક્ષ છે, ના કોઈ વિપક્ષ, તમામ સમકક્ષ છે. જો કે, વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો. આ પ્રકારના મામલામાં કોર્ટમાં અરજી કરવી જોઈએ. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ખોટું છે.’ ૭ દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.

કેટલાકે ડબલ વોટિંગના આરોપ મૂક્યા, પુરાવા માંગ્યા તો જવાબ ના મળ્યો, ચૂંટણી પંચ આવા આરોપોથી ગભરાતું નથી. અમારા ખભે બંદૂક રાખીને રાજકારણ ખેલાઈ રહ્યું છે. કોઈ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા ખુલ્લા છે, કેટલાક પક્ષો-નેતાઓ બિહારની જીંઇ પ્રક્રિયા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

હાલમાં જ મતદારોની મંજૂરી વિના જ તેમની તસવીરો જાહેર કરી દેવાઈ. તેમના પર આરોપ મૂકાયા, તેમનો ઉપયોગ કરાયો. શું ચૂંટણી પંચે કોઈની મા-વહુ કે પુત્રીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ? ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારી, ૧૦ લાખથી વધુ બુથ એજન્ટ અને ૨૦ લાખથી વધુ ઉમેદવારોના એજન્ટ હોય છે, આટલા લોકો સામે વોટ ચોરી કેવી રીતે થઈ શકે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.