Western Times News

Gujarati News

કર્ણાટક, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, પંજાબને હવે મળી વંદે ભારત એકસપ્રેસની સુવિધા

આ ટ્રેનો શરૂ સાથે વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા ૧પ૦ થઈ છે.

મુંબઈ, વંદે ભારત એકસપ્રેસ દેશને ગતિ, સુવિધા અને આત્મનિર્ભરતાના તાંતણે બાંધી રહી છે. દેશભરમાં વંદે ભારત સેવાઓની સંખ્યા ૧પ૦ થઈ છે. વિકાસની ટ્રેન દરેક દિશામાં દોડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ઓગસ્ટે કર્ણાટકના બેંગ્લુરૂથી ત્રણ નવી વંદેભારત એકસપ્રેસ, ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.

કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબને આ ત્રણ ટ્રેન સેવાઓનો સીધો લાભ મળશે. આ ટ્રેનો શરૂ સાથે વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા ૧પ૦ થઈ છે.

નવી ટ્રેનો અને તેના મુખ્ય સ્ટોપેજ જોઈએ તો બોલાગવી-ક્રાંતિકારી સંગોલ્લી રાયન્ના (બેંગ્લુરૂ) વંદે ભારત એકસપ્રેસનો મુખ્ય સ્ટોપેજ ઃ ધારવાડ, હુબલી, હાવેરી, દાવણગેરે, તુમકુરૂ અને યશવંતપુર રહેશે. શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-અમૃતસર વંદે ભારત એકસપ્રેસમાં મુખ્ય સ્ટોપેજઃ જમ્મુ તાવી, પઠાણકોટ કેન્ટ, જલંધર શહેર અને બિયાસ રહેશે.

આજની (નાગપુર) પુણે વંદ ભારત એકસપ્રેસમાં મુખ્ય સ્ટોપેજ ઃ વર્ધા, બડનેરા, અકોલા, ભુસાવલ, જલગાંવ, મનમાડ, કોપરગાંવ, અહમદનગર, દાઉન્ડ ચોર્ડ લાઈન રહેશે. બેલાગવી-ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (બેંગ્લુરૂ) વંદે ભારત એકસપ્રેસની શરૂઆત સાથે કર્ણાટકમાં ચાલતી વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને ૧૧ થઈ છે. બેલગામથી બેંગ્લુરૂનું અંતર લગભગ પ૦૦ કિ.મી. છે જે હવે વંદે ભારત દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરી શકાય છે.

મહારાષ્ટ્રમાં અજની-પુણે સેવા શરૂ થવાથી, રાજ્યમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને ૬ થઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-અમૃતસર વંદે ભારત સેવા સાથે, વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા વધીને ૪ થઈ જશે. હવે પંજાબમાં કુલ ૩ વંદે ભારત સેવાઓ ઉપલબ્ધ થઈ છે. અત્યાર સુધીમાં ૬.૩ કરોડથી વધુ મુસાફરો વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરી ચૂકયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.