રાજસ્થાનમાં પણ મેરઠ જેવું કાંડ વાદળી ડ્રમમાંથી લાશ મળી

અલવર, ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં સૌરભ રાજપૂતની હત્યા કરીને તેની લાશ વાદળી ડ્રમમાં નાખી દેવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. હવે રાજસ્થાનના ખૈરથલ-તિજારા જિલ્લામાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.
યુપીની ઘટનામાં લાશની સાથે સીમેન્ટ નાખી દેવાઇ હતી. આ ઘટનામાં લાશને ઓગળાવવા માટે તેમાં મીઠું નાખવામાં આવ્યું હતું. જોકે ડ્રમમાંથી વાસ આવતાં મકાન માલિકે જોયું તો આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.ઘટનાની વિગત એવી છે કે યુપીનો રહેવાસી હંસરાજ ઉર્ફે સૂરજે આશરે ડોઢ મહિના અગાઉ જ આદર્શ કોલોનીમાં મકાન ભાડે રાખ્યું હતું.
આ મામલે પોલીસે જણાવ્યું છે કે સૂરજની લાશ રવિવારે વાદળી રંગના ડ્રમમાંથી મળી આવી હતી. મકાન માલિક રાજેશ શર્માએ ડ્રમમાંથી વાશ આવતાં તે અંગે પોલીસને સૂચના આપી હતી. યુવકને તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હંસરાજની પત્ની સુનીતા અને ત્રણ બાળકો ગુમ છે. જોકે બીજી બાજુ રાજેશનો દીકરો જીતેન્દ્ર પણ ગુમ હોવાથી પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે. તેની પત્નીનું ૧૨ વર્ષ અગાઉ નિધન થયું હતું.
હંસરાજ નશો કરતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. જીતેન્દ્રે જ હંસરાજને રૂમ ભાડે આપ્યો હતો અને બન્ને સાથે બેસીને જ દારૂ પીતા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. પરંતુ પ્રેમ પ્રકરણને કારણે જ હત્યા થઇ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.SS1MS