ત્રણ-ત્રણ હત્યા સગીર પુત્રએ પિતાને રહેંસી નાખ્યો

સુરત, સુરતમાં તહેવારોના ૪૮ કલાકમાં ૩ હત્યાના બનાવ સામે આવ્યા છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં સગીર પુત્રએ જ પિતાની ઘાતકી હત્યા કરી હતી. મહિધરપુરા વિસ્તારમાં સુતેલા યુવકને ઊંઘમાં ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, જ્યારે ડિંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કર્યા બાદ તેને ખેતરમાં પાણીની નીકમાં ફેંકી દેવાયો હતો.
૧૮ વર્ષીય રાજા રાઠોડ સરદાર માર્કેટમાં હમાલી કરીને પરિવારને આર્થિક રૂપે મદદ કરતો હતો. ૧૫ ઓગસ્ટની રાત્રે રાજા બે મિત્રો સાથે ગયો હતો અને ત્યાં જ સુઈ ગયો હતો, ઊંઘમાં હતો ત્યારે જ તેની હત્યા કરવામાં આવી હતી.
મૃતક રાજાની માતા આશાબેને જણાવ્યું હતું કે, મને હવે માત્ર ન્યાય જોઇએ. મારે બીજું કંઈ જોઇતું નથી. હું ખૂબ જ ગરીબ છું અને મારા સંતાનો સિવાય મારો બીજો કોઈ સહારો નથી.સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે.
આ બાબતે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શુક્રવારે રાત્રે આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે, આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઇ પોતાના પિતા પર જીવલણે હુમલો કર્યાે હતો.
ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ગામ ખાતે ખેતરમાં પાણીની નીકમાં એક અજાણ્યા યુવકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. કોઇ અજાણ્યા શખસ દ્વારા ૪૦ વર્ષીય યુવકને કોઈ તીક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરી હતી.SS1MS