Western Times News

Gujarati News

બલદાણા પાસે રૂ. ૧.૭૯ કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર , રાજકોટ- અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે હોટેલના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી એસએમસીની ટીમે રૂ. ૧.૭૯ કરોડના દારૂની ૧૩,૯૩૧ બોટલો સહિત રૂ. ૨.૦૮ કરોડના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.

એસએમસીના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે આવેલ પંચદેવ હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક મળી આવ્યો હતો.

જેની તલાસી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની કુલ ૧૩,૯૩૧ બોટલો કિંમત રૂ.૧,૭૮,૬૭,૯૦૦, ટ્રક કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂ.૧૫,૦૦૦, રોકડ કિંમત રૂ.૫,૮૨૫ સહિત કુલ રૂ.૨,૦૮,૯૦,૭૨૫ના મુદ્દામાલ સાથે બે શખ્સો (૧) ધર્મેશ ઉર્ફે ધૃÙવ દિનેશભાઈ સતાપરા રહે.જોરાવરનગર(દારૂ મંગાવનારનો સાગરીત) (૨) અચલરાજ રાજુરામ જાટ રહે.રાજસ્થાન ટ્રકચાલકને ઝડપી લીધા હતા.

જ્યારે અન્ય ચાર શખ્સો (૧) વિજયભાઈ લખધીરભાઈ ખાચર રહે.૮૦ ફુટ રોડ, વઢવાણ (મુખ્ય આરોપી ઈંગ્લીશ દારૂ મંગાવનાર ) (૨) નરેન્દ્ર કનુભાઈ જલુ રહે.કરાળી તા.ધજાળા (મુખ્ય આરોપીનો ભાગીદાર) (૩) મનીષ ઉર્ફે સુતર શર્મા રહે.રાજસ્થાન (ઈંગ્લીશ દારૂ મોકલનાર) અને (૪) સતારામ જાટ રહે.રાજસ્થાન (ઈંગ્લીશ દારૂ મોકલનારનો માણસ) સહિતનાઓ હાજર મળી આવ્યા નહોતા.

ઝડપાયેલ બન્ને શખ્સો તેમજ હાજર મળી ન આવેલા શખ્સો સહિત કુલ ૬ શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમ દ્વારા રેઈડ કરવામાં આવતાં સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે આગામી દિવસોમાં નવા-જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.