ત્રીજી ટી૨૦માં ઓસ્ટ્રેલિયાનો દ. આફ્રિકા સામે રોમાંચક વિજય

નવી દિલ્હી, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ગ્લેન મેક્સવેલની તોફાની ફિફ્ટીને કારણે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ૨ વિકેટથી હરાવીને શ્રેણી ૨-૧થી જીતી હતી.
કાંગારૂ ટીમને છેલ્લા ૨ બોલમાં જીતવા માટે ૪ રનની જરૂર હતી. મેક્સવેલ સ્ટ્રાઈક પર હતો અને તેણે રિવર્સ સ્વીપ ચોગ્ગો ફટકાર્યાે હતો અને ટીમને જીત અપાવી હતી.ક્રિકેટમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. કહેવાય છે કે ક્રિકેટ એક એવી રમત છે જ્યાં પ્રિડિક્શન ફેલ જાય છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી૨૦ મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું.
આ મેચમાં ગ્લેન મેક્સવેલે એકલા હાથે મોરચો સંભાળ્યો હતો અને ટીમને જીત અપાવી હતી. ગ્લેન મેક્સવેલ ૩૬ બોલમાં ૬૨ રન બનાવીને અણનમ પાછો ફર્યાે હતો. જેમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા.દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને ૭ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા.
ટીમના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે વિસ્ફોટક બેટિંગ કરતા ૨૦૦થી વધુની સ્ટ્રાઈક રેટથી ૫૩ રન બનાવ્યા હતા.જ્યારે રાસી વાન ડેર ડુસેને અણનમ ૩૮ રન બનાવ્યા હતા.
આ ઉપરાંત ટ્રિસ્ટન સ્ટબ્સે ૨૫ રનનું યોગદાન આપ્યું જ્યારે લુહાન ડી પ્રિટોરિયસે ૨૪ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર નાથન એલિસે સૌથી વધુ ૩ વિકેટ જ્યારે જોશ હેઝલવુડ અને એડમ ઝામ્પાએ બે-બે વિકેટ લીધી હતી.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી હતી.
કેપ્ટન મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે અડધી સદીની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી કરી હતી. માર્શ ૩૭ બોલમાં ૫૪ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. હેડે ૧૯ રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર જોસ ઇંગ્લિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો જ્યારે કેમેરોન ગ્રીન ૯ રન બનાવીને આઉટ થયો હતો.
ટિમ ડેવિડે ૧૭ રનની ઇનિંગ રમી હતી.દક્ષિણ આફ્રિકા તરફથી કોર્બિન બોશે ૩ વિકેટ, કાગીસો રબાડા અને ક્વેના મ્ફાકાએ ૨-૨ જ્યારે એડન મારક્રમે એક વિકેટ લીધી હતી. ગ્લેન મેક્સવેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જ્યારે ટિમ ડેવિડને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે ૩ મેચનીડ્ઢૈં શ્રેણી રમાશે.SS1MS