Western Times News

Gujarati News

શાહરુખની ‘કિંગ’ ૨૦૨૭ પહેલાં રિલીઝ થવાની શક્યતા નહિવત

મુંબઈ, શાહરૂખ ખાન છેલ્લે રાજકુમાર હિરાનીની ૨૦૨૩માં આવેલી ફિલ્મ‘ડંકી’માં જોવા મળ્યો હતો.પછીતે લાંબા બ્રેક બાદ ‘કિંગ’ સાથે મોટા પડદે આવવાનો હતો. તેની આ આગામી ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જેવાં કલાકારો છે. આ ફિલ્મ અગાઉ ૨૦૨૬માં રિલીઝ થવાની હતી.

જોકે, એવું લાગે છે કે શાહરૂખના ચાહકોએ તેને મોટા પડદે જોવા માટેહવે વધુ રાહ જોવી પડશે.તાજેતરના અહેવાલો મુજબ, નિર્માતાઓએ શાહરૂખ ખાનના ખભામાં ઈજાને કારણે કિંગનું શૂટિંગ મોકૂફ રાખ્યું છે.શાહરુખને એક્શન થ્રિલરના શૂટિંગ વખતે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ખભ્ભા પર ઇજા થઈ હતી.

એક સૂત્રનાઅહેવાલમાં જણાવ્યા અનુસાર,“’કિંગ’ ટીમે શૂટિંગ સ્થગિત કરી દીધું છે કારણ કે ૫૯ વર્ષીય સુપરસ્ટારને ફરીથી કેમેરાનો સામનો કરતા પહેલાં હજુ બે અઠવાડિયા માટે થોડો આરામ કરવાની જરૂર છે.”કિંગ એક ‘એક્શન-હેવી’ ફિલ્મ છે તેથી નિર્માતાઓ શાહરૂખના સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી.

આ અહેવાલોમાં આગળ કહેવામાં આવ્યું છે કે કિંગનું શૂટિંગ મુંબઈમાં એક લાંબા શીડ્યૂલમાં થઈ રહ્યું હતું. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શન હેઠળની ફિલ્મના નિર્માતાઓ તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના આગામી શીડ્યૂલનું આયોજન કરી રહ્યા હતા. તેથી હવે તેઓ શાહરુખ ઠીક થાય તે મુજબ આગામી શેડ્યૂલ નક્કી કરવાની પ્રક્રિયામાં છે.

‘કિંગ’ની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો, સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે,“સુહાના ખાન સાથેની એક્શન થ્રિલર ફિલ્મ અગાઉ ૨૦૨૬માં ગાંધી જયંતિ પર રિલીઝ થવાની હતી. જોકે, શાહરુખ ખાનની ઈજાને ધ્યાનમાં રાખીને, રિલીઝ ડેટ મહિનાઓ લંબાઈ શકે છે અને ૨૦૨૭ની શરુઆતમાં રિલીઝ થવાની ધારણા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.