Western Times News

Gujarati News

‘મજબૂત મહિલાઓ એકબીજાને ઉપર ઉઠાવે છે: બિપાશા બાસુનો મૃણાલને જવાબ

મુંબઈ, તાજેતરમાં મૃણાલ ઠાકુરનો બિપાશા બાસુની મજાક ઉડાવતો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. આ એક જુના વીડિયોની ક્લિપ હતી, જેમાં ‘સન ઓફ સરદાર ૨’ની હિરોઇન મૃણાલે બિપાશા બાસુને ‘મેનલી મસલ્સ’વાળી એક્ટ્રેસ ગણાવી હતી. સાથે જ તેણે પોતાને બિપાશા કરતાં બહેતર ગણાવી હતી.

બિપાશા બાસુએ હવે સ્ટોરી શેર કરીને મૃણાલ પર આડકતરી રીતે કટાક્ષ કર્યાે છે જ્યાં તેણે કહ્યું છે, ‘સુંદર મહિલાઓ, તમે પણ એવા મસલ કરી જાણો’મૃણાલ ઠાકુર ટીવીમાં કામ કરતી હતી ત્યારે તેના કુમકુમ ભાગ્યના સહ-અભિનેતા અરિજિત તનેજા સાથેનો એક જૂનો ઇન્ટરવ્યૂ તાજેતરમાં ફરી સામે આવ્યો છે. જેમાં મૃણાલ કહેતી સંભળાય છે કે ‘બિપાશાના તો મેનલી મસલ્સ છે, એ બિપાશા કરતા બહેતર છે’. આ વીડિયો પર ઘણા લોકોએ મૃણાલને ટ્રોલ પણ કરી છે.

બિપાશાએ તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૃણાલ ઠાકુરનાં નિવેદનનો ઉગ્ર પ્રતિભાવ આપ્યો. બિપાશા બાસુએ પોસ્ટમાં લખ્યું હતું કે, “મજબૂત સ્ત્રીઓ એકબીજાને ઉપર લાવે છે.

સુંદર સ્ત્રીઓ, તમે પણ મજબુત શરીર બનાવી જાણો…મજબૂત સ્નાયુઓ તમને કાયમ માટે સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે! સ્ત્રીઓએ મજબૂત દેખાવું જોઈએ.”બિપાશા બાસુએ તેની પોસ્ટમાં મૃણાલ ઠાકુરનું નામ સીધું લીધું ન હતું. જોકે, તેણે જે સમયે પોસ્ટ કરી છે, તે આ નિવેદન માટે બંધ બેસે છે.

તે માત્ર કોઈ સંયોગ ન હોઈ શકે, ખાસ કરીને બિપાશાની પોસ્ટ પણ ‘મજબૂત સ્નાયુઓ’ વિશે વાત કરે છે. વીડિયોમાં, મૃણાલ અને અરિજિત ફિટનેસ વિશે વાત કરી રહ્યા હતા જ્યારે મૃણાલે પૂછ્યું, “શું તમે એવી વ્યક્તિ સાથે લગ્ન કરશો જેને મેનલી મસલ્સ હોય?” ત્યારે અરિજિતે ઉલ્લેખ કર્યાે કે તે ટોન્ડ બાડી ધરાવતી જીવનસાથી ઇચ્છે છે, ત્યારે મૃણાલ ઠાકુરે જવાબ આપ્યો, “તો પછી બિપાશા સાથે લગ્ન કરો. સાંભળો, હું બિપાશા કરતાં ઘણી સારી છું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.