Western Times News

Gujarati News

આર્યન ખાનની ધ બેડ્‌સ ઓફ બોલિવુડ સીરિઝનો ફર્સ્ટ લૂક રિલિઝ

મુંબઈ, બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના દિકરા એ પણ તેમની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. દીકરી સુહાના ખાન પિતાના પગલે જ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે અને હવે દીકરો આર્યન ખાન પણ બીટાઉનનો ભાગ બનવા તૈયાર છે.

જો કે આર્યન એક્ટિંગમાં નથી, પરંતુ માત્ર ડાયરેક્ટર બનીને જ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યો છે. તેની મોસ્ટ અવેટેડ સીરિઝ ‘ધ બેડ ઓફ બોલિવૂડ’ની પહેલી ઝલક પણ સામે આવી છે, જે બાદ લોકો એકદમ ક્રેઝી થઇ ગયા છે.

‘ધ બેડ ઓફ બોલિવૂડ’માં લોકોને ફિલ્મ ‘મોહબ્બતેં’ની વાઇબ, શાહરૂખ ખાનની ઝલક અને બીજું ઘણું બધું જોવા મળ્યું. એટલું જ નહીં, મેકર્સે એમ પણ જણાવ્યું છે કે આ શોનું પ્રિવ્યૂ ૨૦ ઓગસ્ટે આવવાનું છે. ચાલો તમને એ પણ જણાવીએ કે કેવી છે ‘ધ બેડ ઓફ બોલિવૂડ’નો ફર્સ્ટ લુક.આગલા દિવસે શાહરુખ ખાને એક્સ હેન્ડલ પર આસ્ક એસઆરકે સેશન યોજ્યું હતું,

જેમાં લોકોએ કિંગ ખાનને ઘણા સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન એક્ટરને આર્યન ખાનની સીરિઝ વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો, તેનો જવાબ આપતા કિંગ ખાને જણાવ્યું હતું કે તેનો ફર્સ્ટ લુક ૧૭ ઓગસ્ટે ૧૧ વાગે રિલિઝ થવાનો છે. આવી સ્થિતિમાં મેકર્સે પણ વિલંબ કર્યા વગર આજે તેનું ટીઝર સમયસર શેર કર્યું હતું.

‘ધ બેડ ઓફ બોલિવૂડ’ના ટીઝરની શરૂઆત ફિલ્મ ‘મોહબ્બતેં’ના થીમ સોંગથી થાય છે, જેમાં એક માણસ વાયોલિન લઈને આવે છે અને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે ‘એક લડકી થી દીવાની સી, એક લડકે પર વો મારતી થી’. પરંતુ જેવો જ આખો ચહેરો સામે આવે છે કે તે બીજું કોઇ નહીં પરંતુ આર્યન ખાન છે, જે પોતાના પિતા જેવો દેખાઇ રહ્યો છે.

આ પછી, ટિઝરમાં એક નાની સ્ટોરી દેખાય છે.ત્યારે આર્યન કહે છે કે તે વધારે પડતું છે, તેની આદત પાડો, કારણ કે મારો શો પણ થોડો વધારે છે. આ પછી, આર્યન સમજાવે છે કે તેની સિરીઝ બોલિવૂડ વિશે છે, જેને તમે પણ પસંદ કર્યું હતું અને થોડુંક યુદ્ધ. અંતે આર્યન કહે છે, કારણ કે આ તસવીર વર્ષાેથી બાકી રહી ગઇ છે અને હવે શો શરૂ થઇ ગયો છે.

આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે આ રિલિઝમાં ઘણું બધું જોવા મળવાનું છે.તમને જણાવી દઇયે કે, ધ બેડ્‌સ ઓફ બોલીવુડમાં લક્ષ્ય અને સહર બંબા લીડ રોલમાં હશે તો મોના સિંહ, મનોજ પાહવા, મનીષ ચૌધરી, રાઘવ જુયાલ, અન્યા સિંહ અને ગૌતમી કપૂર જેવા કલાકારો પણ જોવા મળે છે. આ શોનો પ્રીવ્યૂ ૨૦ ઓગસ્ટે થશે.

આ ઉપરાંત રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનેલી અને ગૌરી ખાન નિર્મિત આ સીરિઝમાં બોબી દેઓલ, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને અન્ય ઘણા મોટા સ્ટાર્સના કેમિયો પણ હોઇ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.