Western Times News

Gujarati News

અમદાવાદથી બેંગ્લુરૂ રૂટ પર બીજી ડેઈલી ફ્લાઈટ 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ

ફોટોએર ઈન્ડિયા એક્સપ્રેસનું નવુ એરક્રાફ્ટ ગુજરાતના બાંધણીથી પ્રેરિત લિવરીથી શણગારેલું ટેલ્સ ઓફ ઇન્ડિયા પહેલના ભાગ રૂપે ઉડાન ભરે છે, જે આ પ્રદેશના રંગો, રિવાજો અને કાલાતીત વાર્તાઓને જીવંત બનાવે છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસનું 58 સ્થળોમાં નેટવર્ક વિસ્તરિત થયુંઅમદાવાદચંદીગઢદહેરાદૂનનો ઉમેરો

  • એર ઇન્ડિયા એક્સપ્રેસ 58 સ્થળો સુધી નેટવર્કનું વિસ્તરણ; અમદાવાદ, ચંદીગઢ અને દહેરાદૂનનો ઉમેરો
  • 1સપ્ટેમ્બર, 2025થી અમદાવાદ, ચંદીગઢ અને દહેરાદૂનના ઉમેરા સાથે, એર ઇન્ડિયા એક્સપ્રેસ 41 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય સ્થળોએ સેવા આપશે.

નેશનલ, 14 ઓગસ્ટ, 2025: 116 વિમાનોના કાફલા સાથે દેશની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન તરીકેની સ્થિતિને મજબૂત બનાવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ તેના નેટવર્કમાં ત્રણ નવા શહેરો – અમદાવાદ, ચંદીગઢ અને દહેરાદૂનના ઉમેરા સાથે તેની હાજરીનો વિસ્તાર કરી રહી છે. પ્રથમ તબક્કામાં, એરલાઇન 1 સપ્ટેમ્બર, 2025થી આ શહેરોને તેના બેંગલુરુ હબ સાથે જોડશે. ફ્લાયર્સ એર ઇન્ડિયા એક્સપ્રેસની એવોર્ડ વિજેતા વેબસાઇટ airindiaexpress.com અને અન્ય બુકિંગ ચેનલ્સ પર આકર્ષક ભાડા (રૂ. 4100થી શરૂ થતી એક તરફી) પર આ ફ્લાઇટ્સ બુક કરી શકે છે.

Flight Schedule from September 1, 2025 (All timings are local)
Departure Airport Arrival Airport Departure Time Arrival Time Frequency
Ahmedabad Bengaluru 11:00; 23:00 13:25; 01:30 2x Daily*
Bengaluru Ahmedabad 07:55;19:55; 10:30; 22:30 2x Daily*
Chandigarh Bengaluru 16:40; 23:25 19:40; 02:25 2x Daily
Bengaluru Chandigarh 13:15; 20:00 16:10; 22:55 2x Daily
Flight Schedule from September 15, 2025 (All timings are local)
Dehradun Bengaluru 16:30 19:30 Daily
Bengaluru Dehradun 12:50 16:00 Daily

અમદાવાદબેંગલુરુ રૂટ પર બીજી દૈનિક ફ્લાઇટ 16 સપ્ટેમ્બરથી કાર્યરત થશે.

 એરલાઈન અમદાવાદથી બેંગ્લુરૂ અને ચંદીગઢથી બેંગ્લુરૂ રૂટ પર રોજિંદા બે વખત ફ્લાઈટ ઓપરેટ કરશે. જ્યારે દહેરાદૂનથી બેંગ્લુરૂ રોજના એક ફ્લાઈટ ઓપરેટ થશે. અમદાવાદથી બેંગ્લુરૂ રૂટ પર બીજી ડેઈલી ફ્લાઈટ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે.

 ત્રણ નવા શહેરોના ઉમેરા પર નિવેદન આપતાં એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંહે જણાવ્યું હતું કે, “116 વિમાનના કાફલા સાથે અણે મહાનગરો અને ઉભરતા શહેરો વચ્ચે કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરતાં એક મજબૂત નેટવર્ક બનાવવાનું ચાલુ રાખીએ છીએજે વિશિષ્ઠ મૂલ્યો અને અનુકૂળતા પ્રદાન કરે છેઅમારા ગ્રાહકોને ગરમ ભોજનઆરામદાયક સીટ અને વ્યક્તિગત મુસાફરીની જરૂરિયાતોને અનુરૂપ એરફેર વિકલ્પો સાથે વિશ્વસનીય ઉડાન અનુભવ મેળવી શકે છેઅમારા નેટવર્ક પર  નવા સ્થળો ઉચ્ચસંભવિત બજારોમાં નવી તકો ખોલવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે.

અમદાવાદનો જીવંત ઉદ્યોગસાહસિક જુસ્સો અને સાંસ્કૃતિક વારસાથી માંડી ચંદીગઢના આધુનિક સ્થાપત્ય અને ટેકરીઓની નિકટતા, તથા ઉત્તરાખંડના આધ્યાત્મિક અને હિમાલયના આકર્ષણોના પ્રવેશદ્વાર તરીકે દેહરાદૂનનું મનોહર સૌંદર્યના આ નવા જોડાણો બિઝનેસ અને આરામદાયક પ્રવાસ કરવા માગતા લોકો માટે મુખ્ય સ્થળો સુધી સીધી પહોંચ ખુલ્લી મુકે છે.

ફ્લાઇટ બુક કરવા ઉપરાંત, પ્રવાસીઓ એર ઇન્ડિયા એક્સપ્રેસના ‘એક્સપ્રેસ હોલિડેઝ’ પ્લેટફોર્મનો પણ લાભ લઈ શકે છે, જે રહેઠાણ, પરિવહન અને પ્રવૃત્તિઓ સહિત ક્યુરેટેડ હોલિડે પેકેજીસ ઓફર કરે છે. એરલાઇનની વેબસાઇટ પર પ્રોડક્ટ અને સર્વિસિસ ડિપાર્ટમેન્ટમાં ‘એક્સપ્રેસ હોલિડેઝ’ સરળતાથી ઍક્સેસ કરી શકાય છે.

ડિઝાઇન મારફત દેશની આત્માની ઉજવણી કરતી એર ઇન્ડિયા એક્સપ્રેસ તેની ટેલ્સ ઓફ ઇન્ડિયા પહેલને નવી ઊંચાઈએ લઈ જાય છે. જે ફક્ત પેટર્ન કરતાં વધુ જીવંત એક દ્રશ્ય વાર્તા છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રાદેશિક કલાત્મકતાથી પ્રેરિત છે. ગુજરાતના બાંધણી અને પંજાબના ફુલકારીથી લઈને ઉત્તરાખંડના પવિત્ર આઈપાન સુધીની દરેક ડિઝાઇન તેના લોકો અને સ્થળની ઓળખને પ્રતિબિંબિત કરે છે.

પ્રત્યેક વિમાન સાથે અમે ભારતની અનેક સંસ્કૃતિઓને જોડતી પરંપરાઓનું સન્માન કરીએ છીએ, જે જોવા, શેર કરવા અને ઉજવણી કરતી વાર્તાઓ છે.

બેંગ્લુરૂથીઃ એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંગ્લુરુથી 397થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જે અમદાવાદ, અમૃતસર, અયોધ્યા, બાગડોગરા, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, દિલ્હી, ગોવા, ગુવાહાટી, ગ્વાલિયર, હિંડોન, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જમ્મુ, કન્નુર, કોચી, કોલકાતા, કોઝિકોડ, લખનૌ, મેંગલુરુ, ઉત્તર ગોવા, પટના, પુણે, રાંચી, શ્રીનગર, શ્રી વિજયા પુરમ (પોર્ટ બ્લેર), સુરત, તિરુવનંતપુરમ, તિરુચિરાપલ્લી, વારાણસી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ અને ત્રણ આંતરરાષ્ટ્રીય સ્થળો – અબુ ધાબી, દમ્મામ અને કાઠમંડુ સહિત 35 સ્થાનિક સ્થળો સાથે જોડે છે.

વધુમાં, એરલાઇન પાંચ સ્થાનિક સ્થળો: અગરતલા, દિબ્રુગઢ, દિમાપુર, ઇમ્ફાલ અને મુંબઈ અને અલ આઈન, બહેરીન, બેંગકોક, દોહા, દુબઈ, જેદ્દાહ, કુવૈત, મસ્કત, ફુકેટ, રાસ અલ ખૈમાહ, રિયાધ, સલાલાહ, શારજાહ અને સિંગાપોર સહિત 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે વન-સ્ટોપ કનેક્ટિવિટી પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.