Western Times News

Gujarati News

આ વર્કશોપમાં શિખવા મળશે ગરબા સ્ટેપ્સ, ડાંડીયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ

અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ‘ધ નવરાત્રી સોશિયલ’દ્વારા ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મ લોન્ચ કરાયું

અમદાવાદ, અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” – એક એવી અનોખી કોમ્યુનિટી, જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે.

આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે.

આ સાથે ઇવેન્ટ ‘ધ નવરાત્રી સોશિયલ’ કોમ્યુનિટીના લોન્ચમાં દરમિયાન ગરબા વર્કશોપનું  પણ યોજાવામાં આવ્યું હતું.  જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ્સ, ડાંડીયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ, ગરબા દરમિયાન યોગ્ય પોશ્ચર અને એનર્જી જાળવવાના ઉપાય, સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કો-ઓર્ડિનેશન વિશે પણ માહિતી પુરી પાડવામાં આવી હતી.

ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેવી કે, અમદાવાદમાં કયો ગરબા શ્રેષ્ઠ છે, ક્યાં સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાંની સંગીત-સજાવટ મન મોહી લે તેવી હોય છે તે અંગે વિગતવાર માહિતી આની પર ઉપ્લ્ભ રહેશે. આ સાથે તમે કયા પ્રકારનો ગરબા રમવા ઈચ્છો છો – પરંપરાગત, ફ્યુઝન કે મોડર્ન – તે માટે યોગ્ય સ્થળોની સૂચિ, ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું, કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે તેની માહિતી, નવરાત્રી માટે સૌથી નવીન અને આકર્ષક ચણિયાચોળી ટ્રેન્ડ્સ, ડિઝાઇનર્સ, બ્યુટી ટિપ્સ, મેકઅપ ટિપ્સ, તેમજ શોપિંગ માટેના શ્રેષ્ઠ સ્થળોની જાણકારી પણ મળી રહેશે. આ સાથે તમારા ફેવરિટ સિંગર ક્યાં દિવસે ક્યાં રહેશે તે પણ માહતી મળી રહેશે.

ગરબા સ્થળની સજાવટ અંગે સર્જનાત્મક વિચારો અને અમદાવાદના પ્રસિદ્ધ ડેકોર થીમ્સની માહિતી પણ આમાં રેહવાની છે. આ સાથે ખૈલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડેએ માટે સુરક્ષા, પાર્કિંગ સુવિધા, ટિકિટિંગ અને સમયસૂચિ જેવી વ્યવહારુ માહિતી પણ રહેશે.

કોમ્યુનિટી વિષે વધુમાં જણાવતા સેજલ ગોહિલ, ફાઉન્ડર ઓફ ધ નવરાત્રી સોશિયલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, “ગરબા માત્ર નૃત્ય નથી, એ આપણું સાંસ્કૃતિક ગૌરવ છે. નવરાત્રી એ ગુજરાતના ઉત્સવોનો આત્મા છે. ‘ધ નવરાત્રી સોશિયલ’ દ્વારા અમે અમદાવાદના ગરબા પ્રેમીઓને એકબીજાની સાથે જોડીને તેમને શ્રેષ્ઠ માહિતી, માર્ગદર્શન અને અનુભવ શેર કરવાની તક આપવા માંગીએ છીએ.” આ કોમ્યુનિટી માત્ર ઓનલાઇન માહિતી પૂરતી સીમિત નથી. નવરાત્રી દરમિયાન ‘ધ નવરાત્રી સોશિયલ’ ટીમ વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને લાઇવ અપડેટ્સ, વિડિયો કવરેજ, ઇન્ટરવ્યુઝ અને સ્પેશિયલ ફીચર્સ પણ પ્રસ્તુત કરશે.

નવરાત્રી શરૂ થવાની ગણતરી શરૂ થઈ ગઈ છે, અને અમદાવાદના ગરબા રસિકો માટે ‘ધ નવરાત્રી સોશિયલ’એ એક એવું પ્લેટફોર્મ બની શકે છે જે તેમના નવ દિવસના ઉત્સવને વધુ આનંદમય અને યાદગાર બનાવી દે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.