Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી રશિયા સાથે યુદ્ધવિરામ માટે ત્રિપક્ષીય મંત્રણા કરશે

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદિમિર ઝેલેન્સ્કી સાથે વ્હાઈટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં રશિયા સાથે યુદ્ધવિરામ માટે ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કર્યાે છે.

ટ્રમ્પ અને ઝેલેન્સ્કી તથા યુરોપના અન્ય નેતાઓની હાજરીમાં મળેલી બેઠક સફળ રહેતા હવે યુએસ, રશિયા અને યુક્રેન ટૂંક સમયમાં ત્રિપક્ષીય મંત્રણા યોજી શકે છે.

અગાઉ શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના સમકક્ષ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક યોજાઈ હતી.ટ્રમ્પે ત્યારબાદ તાત્કાલિક સોમવારે ઝેલેન્સ્કી તથા યુરોપના નેતાઓને ચર્ચા માટે બોલાવ્યા હતા. ટ્રમ્પ સાથેની બેઠક બાદ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુદ્ધને સમાપ્ત કરવા માટે ત્રિપક્ષીય ચર્ચાનો સંકેત સકારાત્મક છે.

અમે આના માટા તૈયાર છીએ. ટ્રમ્પે પહેલા ઝેલેન્ક્સી સાથે એકલા વાતચીત કરી અને બાદમાં બંને નેતાઓ યુરોપીયન કમિશનના અધ્યક્ષ ઉરુસલા વોન ડેર લેયેન, ળાન્સના ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટનના પીએમ કેઇર સ્ટાર્મર, જર્મનીના ચાન્સેલર ફેડરિચ મર્ઝ, ઈટાલીના જ્યોર્જિયા મેલોની, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ અને નાટોના મહાસચિવ માર્ક રૂટે સાથે બેઠક યોજી હતી. સૂત્રોના મતે રશિયાએ ટ્રમ્પ સાથેની તાજેતરની બેઠકમાં યુક્રેનની મોટાભાગની જમીનની માગણી કરી હતી.

ટ્રમ્પ સાથેની હાઇ પ્રોફાઇલ મીટિંગમાં ઝેલેન્સ્કીએ ફુલ સૂટ અને ટાઇ પહેરવાને બદલે કાળા જેકેટમાં પહેરવાનું મુનાસિબ માન્યું હતું.અમેરિકા સહિતના દેશોના જોરે રશિયા સામે છેલ્લાં આશરે સાડા ત્રણ વર્ષથી રશિયા સામે લડી રહેલું યુક્રેન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને પગલે કફોડી સ્થિતિમાં મુકાયું છે.

રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને હથિયારો સહિતની મદદ પૂરી પાડનાર અમેરિકાએ હવે યુક્રેનના નાટોમાં સમાવેશની શક્યતાને નકારી કાઢી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઈચ્છે તો તેઓ આ યુદ્ધનો અંત લાવી શકે છે, પરંતુ શાંતિ કરાર અંતર્ગત યુક્રેનને નાટોમાં પ્રવેશ નહીં મળે. એટલું જ નહીં ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે, રશિયાએ ૨૦૧૪માં ગેરકાયદે રીતે પચાવી પાડેલો ક્રિમીયાનો પ્રદેશ પણ યુક્રેનને પરત નહીં મળે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.