Western Times News

Gujarati News

‘પુતિનને રોકવા માટે વૈશ્વિક દબાણ જરૂરી’ વ્હાઈટ હાઉસમાં બોલ્યા ઝેલેન્સ્કી

નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા વ્હાઈટ પહોંચેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વ્હાઈટ હાઉસ પહોંચીને કહ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર દબાણ કરવું જરૂરી છે. અમને આશા છે કે, પુતિન આક્રમણ છોડી દેશે.

ઝેલેન્સ્કીએ આશંકા વ્યક્ત કરી છે કે, રશિયા હુમલાઓ ચાલુ રાખશે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે એક્સ પર પોસ્ટ કરીને પણ કહ્યું છે કે, ‘યુક્રેનની પ્રાથમિકતા દેશ અને યુરોપ, બંને માટે વિશ્વસનીયતા અને સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાનો છે.’યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયા સાથે શાંતિ સ્થાપિત કરવા માટે યુક્રેન અને યુરોપ માટે વિશ્વના દેશોને સાથે મળીને પુતિન પર દબાણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેમણે કહ્યું કે યુક્રેન શાંતિ માટે તૈયાર છે, પરંતુ તે પુતિન સ્વૈચ્છિક રીતે આક્રમકતા છોડી દેશે તેવી અપેક્ષા રાખતું નથી. ઝેલેન્સ્કીએ શાંતિ અને નવી સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે યુરોપિયન નેતાઓની સાથે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની બેઠક પહેલાં પોતાનું વલણ અને રણનીતિ નક્કી કરવા માટે ચર્ચાઓ કરી.

ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સ્વૈચ્છિક રીતે આક્રમકતા અને નવા વિજયના પ્રયાસો છોડી દેશે તેવી આશા રાખવી ન જોઈએ. તેથી, અમેરિકા, યુરોપ અને વિશ્વના એવા તમામ દેશો કે જેઓ જીવનના અધિકાર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું સન્માન કરે છે, તેમણે સંયુક્ત રીતે દબાણ લાવવું પડશે. યુક્રેન વાસ્તવિક યુદ્ધવિરામ અને નવી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું કે યુક્રેનને શાંતિની જરૂર છે.ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ પહોંચતા જ અહીં યુક્રેનના દેખાવકારો પણ એકઠા થયા છે. તેઓની માંગ છે કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ યુક્રેન સાથે ઉભા રહે અને રશિયા પર પ્રતિબંધ લગાવવાની સાથે દંડાત્મક કાર્યવાહી પણ કરે.

બીજીતરફ ઝેલેન્સ્કીની અમેરિકન મુલાકાત ચાલી રહી છે ત્યારે યુક્રેનની રાજધાની કીવમાં હુમલાના સાયરન વાગવાના શરૂ થઈ ગયા છે.આ પહેલા અમેરિકા પહોંચતા જ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, અમે જમીનના બદલે સમજૂતી નહીં કરીએ.

અમે રશિયાને અમારી ઈંચ જમીન આપવાના નથી. અમેરિકા પહોંચેલા ઝેલેન્સ્કી સાથે નાટો સહિત યુરોપના સાત ટોચના નેતાઓ સામેલ છે. તેમની સાથે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ળાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ પણ સામેલ છે.

બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમરે કહ્યું કે, સ્થાયી શાંતિ ફક્ત યુક્રેનના હિતમાં જ નહીં, પરંતુ સમગ્ર યુરોપના હિતમાં છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં આ યુદ્ધ ઘણા લાંબા સમયથી, ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે.

આપણે ખાતરી કરવી પડશે કે શાંતિ કરાર કાયમી અને ન્યાયી હોય.એકતરફ ઝેલેન્સ્કીર ટ્રમ્પને મળવા માટે અમેરિકા આવ્યા છે, તો બીજીતરફ રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરના રહેણાંક વિસ્તારમાં ડ્રોનથી હુમલો કર્યાે છે. હુમલામાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજધાની કીવમાં હુમલાના સાયરન વાગવાના શરૂ થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.