રોલની તૈયારી માટે સ્લમમાં રહી હોવાનો દિવ્યા ખોસલાનો દાવો

મુંબઈ, એકટ્રેસ દિવ્યા ખોસલાએ દાવો કર્યાે છે કે ‘એક ચતુર નાર’ ફિલ્મના તેના રોલની તૈયારી માટે તે થોડા સમય માટે એક સ્લમમાં રહી હતી. દિવ્યાના જણાવ્યા અનુસાર કેટલાંક નિરીક્ષણો તથા બોલચાલની લઢણ વગેરેના અભ્યાસ માટે પોતે લખનૌની એક સ્લમમાં રહી હતી. આ દરમિયાન તેણે સ્લમના લોકો કેવી હાલાકીઓ વચ્ચે પોતાનું જીવન ગુજારે છે તેનો જાતે અનુભવ કર્યાે હતો.
દિવ્યાએ ફિલ્મનો પોતાનો ડિ ગ્લેમરાઈઝ્ડ લૂક પણ પ્રગટ કર્યાે છે. ‘ઓહ માય ગોડ’ તથા ‘૧૦૨ નોટ આઉટ ‘ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ઉમેશ શુક્લાએ આ ફિલ્મ બનાવી છે. છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ફિલ્મોમાં બહુ ઓછો દેખાયેલો કલાકાર નીલ નીતિન મુકેશ પણ આ ફિલ્મ દ્વારા લાંબા પડદા પર દેખાવાનો છે.SS1MS