Western Times News

Gujarati News

ટેનિસ ક્વીન વિનસ વિલિયમ્સ નવી ‘બાર્બી ડોલ’ બનશે

મુંબઈ, દિગ્ગજ ટેનિસ પ્લેયર વિનસ વિલિયમ્સની કોર્ટ પર અને બહાર સિદ્ધિઓને સેલિબ્રેટ કરવા માટે બાર્બીએ એક નવી ઢીંગલી લોન્ચ કરી છે. ઇં૩૮ ની કિંમતની વિલિયમ્સ બાર્બી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ (શુક્રવાર) થી મેટલ શોપ પર ઉપલબ્ધ થઇ છે.

મેટલની ‘ઇન્સ્પાયરિંગ વુમન’ શ્રેણીનો એક ભાગ, આ બાર્બી ડોલ ૨૦૦૭ ની વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની જીતથી વિલિયમ્સના આઇકોનિક લૂકને ફરીથી બનાવે છે. આ ચેમ્પિયનશિપ તેના સાત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલમાંથી પાંચમી હતી અને તે ટુર્નામેન્ટ હતી જ્યાં તે ટોચના સ્તરની સ્પર્ધામાં સમાન ઇનામ રકમ જીતનારી પ્રથમ મહિલા બની હતી.

અત્યાર સુધીમાં બાર્બી દ્વારા અનેક જાણીતી હસ્તીઓની બાર્બી ડોલ બનાવીને માર્કેટમાં મૂકાઇ છે. કંપનીની સારી બિઝનેસ સૂઝનો આન તકાજો છે.વિનસે ૨૦૦૭ માં વિમ્બલ્ડન ચેમ્પિયન બની ત્યારે જે પોશાક પહેર્યાે હતો એ જ પોશાકની નવી બાર્બી ડોલ છે. ૨૦૦૭માં પહેલીવાર મહિલાઓને ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં પુરુષો જેટલી ઇનામી રકમ મળી હતી.

આ બાર્બી ડોલની છૂટક કિંમત ૩૮ હોવાનું કહેવાય છે, જેમાં વિનસ સફેદ રંગના પોશાકમાં હશે. તેના ગળામાં લીલા રત્નનો હાર, રેકેટ સાથે કાંડા પર બેન્ડ અને હાથમાં ટેનિસ બોલ હશે.

પેરેન્ટ્‌સ.કોમ અનુસાર, બાર્બીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને મેટલ ખાતે ગ્લોબલ હેડ ઓફ ડોલ્સ ક્રિસ્ટા બર્જરે જણાવ્યું હતું કે, “બાર્બી ટેનિસ લિજેન્ડ વિનસ વિલિયમ્સનું અમારી પ્રેરણાત્મક મહિલા શ્રેણીમાં ગર્વથી સ્વાગત કરીએ છીએ.”

વિનસ વિલિયમ્સ કહે છે કે આ સન્માનનો ઊંડો વ્યક્તિગત અર્થ છે, “બાર્બી પ્રેરણાત્મક મહિલા તરીકે સન્માનિત થવું ખૂબ જ પ્રેસ્ટિજિયસ છે. આશા છે કે આ ઢીંગલી યુવાનોને મોટાં સપનાં જોવાં, તેમનું મૂલ્ય જાણવા અને આત્મવિશ્વાસ અને પૂરા દિલથી તેમનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રેરણા આપશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.