પત્નિએ પ્રેમી સાથે મળી પતિનું હત્યા કરીઃ લાશ ડ્રમમાં ભરીને મીઠું નાખ્યું

અલવરમાં એક પુરુષને તેની પત્નીએ તેના પ્રેમી માટે મારી નાખ્યો-હંસરામનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને ડ્રમમાં ભરીને તેના પર મીઠું નાખવામાં આવ્યું હતું, જેથી તેની લાશ સડી જાય
યુવતીએ પ્રેમી માટે ખેલ્યો ‘વાદળી ડ્રમ’નો પતિ સાથે ખુની ખેલ-મૃતક હંસરામ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો વ્યસની હતો.
રાજસ્થાન, ઉત્તર પ્રદેશના મેરઠ જેવી પ્રેમકથા અને હત્યાનો કિસ્સો રાજસ્થાનના અલવર જિલ્લામાં જોવા મળ્યો છે. મેરઠના સૌરભ રાજપૂતની જેમ હંસરામની પણ હત્યા કરવામાં આવી હતી. સૌરભની જેમ હંસરામનો મૃતદેહ પણ વાદળી ડ્રમમાં મળી આવ્યો હતો. સૌરભના મૃતદેહને ૪ ટુકડા કરીને ડ્રમમાં ભરીને સિમેન્ટથી સીલ કરવામાં આવ્યો હતો.
જોકે, હંસરામનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને ડ્રમમાં ભરીને તેના પર મીઠું નાખવામાં આવ્યું હતું, જેથી તેની લાશ સડી જાય. અલવર જિલ્લાના કિશનગઢબાસ ડીએસપી રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ૧૭ ઓગસ્ટની સાંજે ખૈરથલ ગામની આદર્શ કોલોનીમાં એક ઘરમાં વાદળી ડ્રમમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ હંસરામ તરીકે થઈ છે અને તેની પત્ની લક્ષ્મી અને તેના પ્રેમી જીતેન્દ્ર પર તેની હત્યાનો આરોપ છે.
હત્યા બાદથી લક્ષ્મી અને જીતેન્દ્ર ફરાર હતા. લક્ષ્મી હંસરામના ૩ બાળકોને પણ પોતાની સાથે લઈ ગઈ છે. જીતેન્દ્ર મકાનમાલિકનો દીકરો છે. હંસરામનો મૃતદેહ છત પર રાખેલા વાદળી ડ્રમમાં મળી આવ્યો હતો. ત્યારે પતિની હત્યા બાદ વાદળી ડ્રમમાં ભરીને ફરાર થયેલી પત્નીની પોલીસે ધરપકડ કરી છે.
ડ્ઢજીઁ એ જણાવ્યું હતું કે, લક્ષ્મીને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખ હતો અને લોકો તેને ઘણીવાર ટેરેસ પર રીલ બનાવતા જોતા હતા. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલમાં ગીત ગાતી જોવા મળે છે કે, ‘મેરા પતિ મેરા દેવતા હૈ…’ આ માહિતી તેની મકાનમાલિક મિથિલેશ અને પડોશીઓએ આપી હતી. ડ્રમમાંથી દુર્ગંધ આવતાં મિથિલેશે પોલીસને જાણ કરી હતી.
મિથિલેશે પોતે પોલીસને જણાવ્યું હતું કે, લગભગ દોઢ મહિના પહેલા મૃતક તેના પરિવાર સાથે રહેવા માટે તેના ઘરે આવ્યો હતો. મિથિલેશનો પુત્ર જીતેન્દ્ર પરિવારને લાવ્યો હતો અને તેની વિનંતી પર તેણે તેમને ભાડે ઘર આપ્યું હતું, પરંતુ તેને ખબર નહોતી કે, મૃતકનું સાચું નામ હંસરામ છે અને તેની પત્નીનું નામ લક્ષ્મી છે. તેને બંનેના નામ સૂરજ અને સુનિતા જણાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આધાર કાર્ડ મેળવ્યું ત્યારે બંનેના સાચા નામ બહાર આવ્યા હતા.
ડ્ઢજીઁએ જણાવ્યું હતું કે, આરોપી જીતેન્દ્રની માતા મિથિલેશની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હંસરામ ભિંડુસી ગામનો રહેવાસી હતો. તે જીતેન્દ્રને એક ઈંટના ભઠ્ઠા પર મળ્યો હતો. જીતેન્દ્ર ઈંટના ભઠ્ઠામાં કારકુન હતો. હંસરામ અને લક્ષ્મી ત્યાં કામ કરતા હતા.
વરસાદને કારણે ઈંટના ભઠ્ઠા પર કામ બંધ થઈ ગયું હતું. તેથી જીતેન્દ્રએ તેમને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. હંસરામ-લક્ષ્મી અને ૩ બાળકો છત પરના એક રૂમમાં રહેતા હતા. હંસરામ ભાડા તરીકે ૧૫૦૦ રૂપિયા આપતા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે લક્ષ્મી જીતેન્દ્ર સાથે પ્રેમ સંબંધમાં છે.
મૃતકની પત્ની સાથે મકાનમાલિકનો પુત્ર પણ ફરાર હતો. આવી સ્થિતિમાં, એવી શંકા હતી કે, બંને એકસાથે ફરાર થયા છે. હવે પોલીસે મહિલાને તેના બોયફ્રેન્ડ સાથે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી સુનીતા અને જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મૃતક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. લાશને છત પરના ડ્રમમાં રાખવામાં આવી હતી અને કપડાથી છુપાવવામાં આવી હતી. જોકે, થોડા દિવસો પછી પડોશીઓએ પોલીસને તીવ્ર ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી.
જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ડ્રમ ખોલ્યો, ત્યારે તેમાં શાહજહાંપુર જિલ્લાના રહેવાસી હંસરામનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, શરીર ઉપર મીઠું પણ નાખવામાં આવ્યું હતું, કારણ કે તે ઝડપથી સડી જાય. પોલીસે જણાવ્યું કે, મૃતક હંસરામ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો વ્યસની હતો.