આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના નેતાની હત્યા હજુ રહસ્ય

(તસ્વીરઃ વી.એ.ઉપાધ્યાય, આણંદ)(પ્રતિનિધિ) આણંદ, આણંદ નજીક બાકરોલ ખાતે ગોયા તળાવ પાસે આજરોજ સવારે આણંદ નગરપાલિકાના અને મુસ્લિમ સમાજના આગેવાન ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ર્મોનિંગ વોર્કમાં નીકળ્યા હતા ત્યારે તે સમયે અજાણ્યા સખ્સો હથિયારો સાથે ઘસી આવી
અને ઈકબાલ મલેક કંઈક સમજે તે પહેલા ઉપરા છાપરી પેટે અને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીકી સરેઆમ હત્યા કરી કોઈપણ જાતનો ભય રાખ્યા વગર શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. વિધ્યાનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી મળતી માહિતી મુજબ પૂર્વ કોંગી કાઉન્સિલર ઈકબાલ મલેક ર્મોનિંગ માટે બાકરોલ તળાવ પાસે ગયા હતા
તે સમયે અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લઈ તીક્ષણ હથિયાર દ્વારા પેટ અને ગાળામાં તેમજ અન્ય ભાગોમાં છરીના ઉપરા છાપરી ગાજ ઝીકી દીધા હતા ઘાયલ થયેલા ઈકબાલનું ઘટના સ્થળે મોત દીપજ્યું હતું અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હથિયારાઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને લઈને ડીવાયએસપી જે એન પંચાલ પંચાલ વિદ્યાનગરના પી.આઈ તથા સ્ટાફ ઘટના સ્તરે દોડી ગયા હતા આ સમાચાર લખાઈ રહ્યા છે,
ત્યારે આરોપીના કોઈ સગડ મળ્યા નથી મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આણંદ કોંગ્રેસમાં શોકનો મહાલો છવાઈ ગયો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.