Western Times News

Gujarati News

PM મોદીની ઓફિસ એકિઝકયુટીવ એન્કલેવમાં શીફટ થશે ?

વડાપ્રધાન આવાસની પણ વધુ નજીક હશે.-કેન્દ્ર સરકારની નર્વ સીસ્ટમ રહેલા નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક મ્યુઝિયમ બનશે -૭૮ વર્ષ પછી પીએમ કાર્યાલયનું સરનામું બદલાશે, નવું નામ અપાય તેવી શકયતા

(એજન્સી)નવીદિલ્હી, વર્તમાન સમયે વડાપ્રધાન કાર્યાલય પીએમઓ સાઉથ બ્લેકમાં આવેલું છે. આગામી મહીને એકિઝકયુટીવ એન્કલેવમાં શીફટ થવાનું છે. સરકારી સુત્રો અનુસાર, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ તૈયાર કરાયેલા આ નવા એન્કલેવમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત કેબીનેટ સચીવાલય રાષ્ટ્‌Ùીય સુરક્ષા પરીષદ સચીવાલય અને અત્યાધુનીક કોન્ફરન્સીગ સુવિધા પણ હશે. આ નવું પીએમઓ વડાપ્રધાન આવાસની પણ વધુ નજીક હશે.

નવા ભવનના નિર્માણની જરૂરીયાત મુખ્યત્વે જગ્યાની સંકળાશ અને જુની કચેરીઓમાં આધુનીક સુવિધાઓના અભાવના કારણે અનુભભાઈ હતી. વડાપ્રધાને તાજેતરમાં જ ગૃહમંત્રાલયના અને મીનીસ્ટરી ઓફ પર્સનલના નવા કાર્યાલય કર્તવ્ય ભવન-રનું ઉદઘાટન કરતાં કહેલું કે વહીવટી મશીનરી આજે પણ બ્રિટીશકાલીન ઈમારતોમાંથી કામ કરી રહી હતી. જેમાં પુરતી, જગ્યા પ્રકાશ અને વેન્ટીલેશનની અછત હતી.

સુત્રો અનુસાર નવા પીએમઓને નવું નામ પણ અપાય તેવી શકયતા વડાપ્રધાને પોતાના ત્રીજા કાર્યકાળના પહેલા સંબોધનમાં કહેલું કે, પીએમઓ જનતાનું હોવું જોઈએ. આ મોદીનું પીએમઓ નથી. બીજી તરફ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જે લગભગ આઠ દાયકાથી કેન્દ્ર સરકારની નર્વ સીસ્ટમ રહયા છે.

હવે સંગ્રહાલયમાં ફેરવાશે. તેને યુગેયુગીન ભારત સંગ્રહાલનું રૂપ અપાશે. આ પરીયોજના હેઠળ રાષ્ટ્રીય સંગ્રહાલય અને ફ્રાન્સ મ્યુઝીયમમાં ડેવલપમેન્ટ વચ્ચે સમજુતી થઈ છે. સરકારનું કહેવું છે કે આ સંગ્રહાલય ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શીત કરશે અને આપણા ગૌરવશાળી ભુતકાળ વર્તમાન અને ઉજજવળ ભવીષ્યની ઝલક રજુ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.