અફઘાનિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ સળગી જતાં ૧૭ બાળક સહિત ૭૧ લોકોના મોત

હેરાત, અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા ૭૧ લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં ૧૭ તો નિર્દાેષ બાળકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટના ત્યારે સર્જા જ્યારે એક બસ, ટ્રક અને બાઈક સાથે ટક્કર બાદ અગનગોળો બની ગઇ હતી.
આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અહેમદુલ્લાહ મુત્તાકીએ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો. હેરાતમાં બસ, ટ્રક અને બાઈક વચ્ચે આ ટક્કર થઇ હતી. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે.
અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી કાઢી મૂકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઈસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઇ રહ્યા હતા. જોકે અકસ્માતનું કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે આ દુર્ઘટના હેરાત શહેરના બાહ્વ વિસ્તાર ગુજારા જિલ્લામાં બસની વધારે પડતી સ્પીડ અને અને બેદરકારીને કારણે થયું હતું.
બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ જ લોકોનો જીવ બચ્યો હતો. જોકે ટ્રક અને બાઈકચાલક ચાર લોકો પણ મૃતકોમાં સામેલ છે.SS1MS