અમિષા પટેલ અને અનિલ શર્મા વચ્ચે આખરે સમાધાન

મુંબઈ, ‘ગદ્દર’ ફિલ્મના સર્જક અને આ ફિલ્મની હિરોઈન અમિષા પટેલ વચ્ચે સમાધાન થઈ ગયું છે. ‘ગદ્દર ટુ’ની રીલિઝ વખતે અમિષા પટેલે અનિલ શર્મા પર અનેક આક્ષેપો કર્યા હતા. જોકે, અનિલ શર્માએ કહ્યું છે કે સમય જતાં ઘણું બધું બદલાઈ જાય છે.
હવે મારા અને અમિષા વચ્ચે કોઈ મનદુઃખ નથી. અમે સાથે મળીને ‘ગદ્દર થ્રી’ માટે કામ કરશું. અમિષા પટેલે અગાઉ જણાવ્યું હતું કે પોતે સ્ક્રિપ્ટ જોયા બાદ જ ‘ગદ્દર થ્રી’માં કામ કરવું કે નહિ તેનો નિર્ણય કરશે.
‘ગદ્દર ટુ’માં પોતાને બહુ ફૂટેજ નહિ મળ્યું હોવાનું તેણે જણાવ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું હતું કે મને જાણ કર્યા વિના જ ફિલ્મનો ક્લાઈમેક્સ બદલી દેવાયો હતો.અનિલ શર્માએ કહ્યું હતું કે ‘ગદ્દર થ્રી’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ થઈ ગયું છે.બે વર્ષમાં શૂટિંગ શરુ કરવામાં આવશે.SS1MS