જ્યારે હું ખોટા કેસમાં જેલમાં ગયો હતો, ત્યારે મેં નૈતિક ધોરણે પદ પરથી રાજીનામું આપ્યું હતુંઃ અમિત શાહ

LS TV Grab
નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, જે હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત ૩૦ દિવસ જેલમાં રહે તો વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્યમંત્રી અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વડાને પદ પરથી દૂર કરવાની જાગવાઈ છે.
આ બિલ રજૂ કરતી વખતે, ગૃહમાં ઘણો હોબાળો થયો હતો અને વિપક્ષી સાંસદોઍ બિલ રજૂ કરવાનો ભારે વિરોધ કર્યો હતો. કેટલાક વિપક્ષી સાંસદો લોકસભાના વેલમાં આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ દરમિયાન, કેટલાક વિપક્ષી સાંસદોઍ બિલની નકલ ફાડીને અમિતભાઈ તરફ કાગળના ટુકડા પણ ફેંક્યા હતા.
Union Home Minister Amit Shah introduced three pivotal bills in the Lok Sabha on Wednesday, including the Constitution (One Hundred and Thirtieth Amendment) Bill, 2025, which proposes automatic removal of elected officials – Prime Minister, Chief Ministers, and Union Ministers – if they are arrested and detained for 30 consecutive days on serious criminal charges.
જાકે, બિલ રજૂ કરતી વખતે અમિતભાઈઍ કહ્નાં હતું કે સરકાર આ બિલને જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી)માં મોકલવાનો પ્રસ્તાવ મૂકે છે. તેમ છતાં, બિલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અમિતભાઈઍ બિલ રજૂ કરતી વખતે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલની ટીકા કરી હતી અને કહ્નાં હતું કે જ્યારે હું ખોટા કેસમાં જેલમાં ગયો હતો,
ત્યારે મેં નૈતિક ધોરણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. અમે ઍટલા બેશરમ નથી. હું ઇચ્છું છું કે નૈતિકતાના આ મૂલ્યો વધે. તેમણે આ ત્રણ બિલોને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.