લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ લઈ એકાઉન્ટ ખોલાવતા અને સાયબર ફ્રોડ કરતાં હતા: RBL બેન્કના 8 કર્મચારી ઝડપાયા

ઉધનામાં ૧,૫૫૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ૧૩ આરોપી ઝડપાયા
(એજન્સી)સુરત, સુરતના ઉધનામાં ૧,૫૫૦ કરોડના સાયબર ક્રાઈમના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના વધુ ૧૩ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ આ કેસમાં મુખ્ય ૪ આરોપી ઝડપાયા હતા. ત્યારબાદ ૮ આરબીએલ બેન્કના કર્મચારી ઝડપાયા હતા.
સુરતના ઉધનામાં 1,550 કરોડના સાયબર ક્રાઈમના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના વધુ 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ આ કેસમાં મુખ્ય 4 આરોપી ઝડપાયા હતા. ત્યારબાદ 8 RBL બેન્કના કર્મચારી ઝડપાયા હતા. હવે આ કેસમાં 11 એકાઉન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે. આ સાયબર ફ્રોડ કેસમાં 55 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો.
હવે આ કેસમાં ૧૧ એકાઉન્ટ હોલ્ડર અને ૨ બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે. આ સાયબર ફ્રોડ કેસમાં ૫૫ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો.આ અંગે વધુ જાણકારી આપતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે તમામ લોકોની તપાસ કરતા મોટાભાગના લોકો પાસેથી છેતરપિંડીથી ડોક્્યુમેન્ટ લઈ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપી લોકોને લોન અપાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈ બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા તો બીજી તરફ ૧૧ લોકો એવા હતા કે જેને ૫૦,૦૦૦ રૂપિયાથી લઈ ૨,૦૦,૦૦૦ કમિશન લઈ પોતાના એકાઉન્ટ ઉધાર આપ્યા હતા. અન્ય ૨ લોકો ખોટા જીએસટી નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનરો લગાવી બેન્ક વિઝીટ અપ્રુવલ કરતા હતા.
આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્્યુબાના હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨ દિવસ પહેલા ૧૮ ઓગસ્ટે જ સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ૧,૫૫૦ કરોડના કૌભાંડમાં ૧.૫૦ લાખ પાનાની ચાર્જશીટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં કોઈ ગુનામાં આ સૌથી મોટી ચાર્જશીટ ફાઈલ છે. ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો અને ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે.