અમદાવાદ શહેરમાં અનેક સ્થળે પાર્કિગની સમસ્યા

મણીનગરમાં મુખ્ય માર્ગ ઉપર પા‹કગ ક્યાં કરવું તે મોટી સમસ્યા, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામની સ્થિતિ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે ર્પાકિંગની સમસ્યા પણ એટલી જ જટિલ બની રહી છે રસ્તાઓ પ્રમાણમાં વર્ષો પહેલા હતા એટલા જ રહ્યા છે બીજી તરફ કોમ્પલેક્ષ વધ્યા છે વાહનો વધ્યા છે તેને લઈને વાહનોના ર્પાકિંગ ની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે
અમદાવાદના એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં ર્પાકિંગની સમસ્યા ખાસ જોવા મળે છે આપણે ઉદાહરણ લઈએ તો મણીનગર વિસ્તારના બે મહત્વના માર્ગ ઉપર જ્યાં લાલ બસ અને બીઆરટીએસ બસો દોડી રહી છે આ તમામ રસ્તાઓ પર ર્પાકિંગ માટેની કોઈ સુવિધા જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
ખાસ તો જ્યાં ખાણી પીણી ના સ્થળો આવેલા છે ત્યાં તો આ સમસ્યા છે જ પરંતુ અન્ય સ્થળો ઉપર પણ આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે અમદાવાદના એસટી સ્ટેન્ડ ઉપર ઓટો રીક્ષા વાળાઓ માટે ર્પાકિંગની સુવિધા લગભગ નહીવત હોવાને કારણે રિક્ષાચાલકો આડેધડ રીક્ષાઓ ઊભી રાખે છે જેને કારણે ચક્કા જામ થાય છે રોજી રોટી મેળવવાનો દરેકનો હક છે
પરંતુ વહીવટી તંત્ર અને લોકોએ સંયુક્ત રીતે સકારાત્મક વલણ અપનાવવું પડશે ઓટો રીક્ષા ચાલકો પણ સમજી શકે છે કે એક સાથે રિક્ષાઓ રોડ ઉપર હશે તો ટ્રાફિકજામ થશે તેની જગ્યાએ જો કતારમાં ઉભા રહેશે તો ઘણી બધી સમસ્યા નો આસાનીથી નિકાલ આવી જશે આવી જ હાલત મણીનગર રેલ્વે સ્ટેશન ની આસપાસ છે જ્યાં રીક્ષા ચાલકો આડેધડ ઉભા રહેતા હોવાથી ટ્રાફિક ની સમસ્યા ઉદભવે છે
તેની જગ્યાએ જો લાઈનમાં ઉભા રહે તો તેમને પણ ધંધો સરળતાથી મળી રહેશે આવી જ બીજી હાલત એસટી વિસ્તારમાં પેસેન્જરને ઉતારવા માટે મોટી મોટી ખાનગી લક્ઝરીઓ અને એસટીની વોલ્વો બસ ચાર રસ્તા ઉપર જ ઉભી રાખવામાં આવે છે તેને કારણે થોડા સમય સુધી ટ્રાફિક જામ થઈ જાય છે માત્ર સમજણપૂર્વક આચરણ કરવામાં આવે તો ટ્રાફિકજામની અને ર્પાકિંગની સમસ્યા નો કેટલેક અંશે સ્વયંભૂ ઉકેલ આવી શકે તેમ છે.