ટ્રમ્પને ફરી એકવાર દિગ્ગજની સલાહ ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો

વાશિગ્ટન, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો એક મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને રોકવા માંગે છે તો તેણે ભારત સાથેના સંબંધોને ઝડપથી સુધારવાની જરૂર છે.
બુધવારે ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે રશિયન ઓઈલ અને ટેરિફ વિવાદોના મુદ્દાને કારણે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે ફાટ ન થવા દેવી જોઈએ. અમેરિકાએ તેના માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તે ભૂલવું ન જોઈએ. ચીનનો સામનો કરવા માટે, અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત સામે ૨૫ ટકા પારસ્પરિક ડ્યુટી અને વધારાની ૨૫ ટકા ડ્યુટી લાદ્યા બાદ તણાવ વધ્યો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વાટાઘાટોમાં અમેરિકાની ભૂમિકા અંગેના દાવાઓ સહિત મહિનાઓ સુધી ચાલેલા તણાવ પછી આ પગલું લેવામાં આવ્યું હતું.
હેલીએ ટ્રમ્પના દબાણ અભિયાનને સમર્થન આપતા કહ્યું કે ભારતની ઊર્જા ખરીદી “યુક્રેન સામે વ્લાદિમીર પુતિનના ક્‰ર યુદ્ધને નાણાંકીય સહાય કરી રહી છે. જોકે, તેમણે ભારતને દુશ્મન માનવા સામે ચેતવણી આપી.SS1MS