ભારત-ચીન વચ્ચે સરહદી સુરક્ષા મામલે સહમતિ સધાઈ છેઃ ચીન

બેઇજિંગ, અમેરિકાએ ભારત પર ઊંચા ટેરિફ લગાવ્યા પછી ભારત-ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વાંગ યીની ભારત યાત્રા દરમિયાન બંને દેશો સરહદ સંચાલન કરવાને લઈને સર્વસંમતિ પર પહોંચ્યા છે.
યાત્રા દરમિયાન બંને પક્ષો(ભારત-ચીન)એ ફરીથી વાતચીત કરવી, સહયોગ વધારવો અને વૈશ્વિક પડકારોનો સામે સાથે મળીને સામનો કરવા પર સમહતિ વ્યક્ત કરી છે. ચીને બુધવારે કહ્યું કે તાજેતરમાં તેમના વિદેશ મંત્રી વાંગ યીની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચેની સરહદોનું સામાન્ય રીતે સંચાલન અને નિયંત્રણ કરવાને લઈને સહમતિ બની છે.
વાંગ યીએ ૧૮-૧૯ ઓગસ્ટ સુધી દિલ્હીની યાત્રા કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે ૨૪મી વિશેષ પ્રતિનિધિ વાતચીતમાં ભાગ લીધો. તેમણે પોતાના સમકક્ષ એસ.જયશંકરની સાથે પણ પણ બેઠક યોજી હતી.
વાંગ યીની યાત્રા પછી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે પત્રકાર પરિષદમાં કહ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સંવાદ પ્રક્રિયાને ફરીથી શરુ કરવા, દ્વિપક્ષીય સંબંધ જાળવી રાખવા, વૈશ્વિક પડકારોનો એક સાથે મળીને સામનો કરવો અને એકતરફી દબાણ (અમેરિકા)ની નીતિઓનો વિરોધ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.SS1MS