કરમસદ-આણંદ મનપા વિસ્તારને સ્વચ્છ રાખવા અંગે ભવાઈ અને શેરી નાટક યોજાયા

આણંદ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે માટે મનપાનો સેનેટરી વિભાગ કામ કરી રહ્યો છે.
સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે આણંદ, વિદ્યાનગર અને કરમસદ ના અલગ અલગ વિસ્તારો ખાતે ભવાઈ અને શેરી નાટક યોજવામાં આવ્યા હતા.મનપાના સેનેટરી વિભાગ દ્વારા સમગ્ર મનપા વિસ્તારમાં રાત દિવસ સફાઈ કર્મીઓ દ્વારા નગરને સ્વચ્છ રાખવા માટે કામગીરી કરવામાં આવે છે.
જેમાં ડોર ટુ ડોર કચરો ઘરે ઘરેથી ઉઘરાવવામાં આવે છે, આ ઉપરાંત વિવિધ વિસ્તારો ખાતે કચરો નાખવા માટેના બિન મૂકવામાં આવ્યા છે અને મનપા વિસ્તાર એકદમ ચોખ્ખો રહે તે માટે ભવાઈ અને શેરી નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
કરમસદ વિસ્તારમાં કરમસદ બસ સ્ટેન્ડ પાસે, કરમસદ રામદેવ પીર મંદિર પાસે, બળીયાદેવ ચોકડી પાસે, સંદેશર ચોકડી ખાતે અને કરમસદ સાક માર્કેટ ખાતે શેરી નાટક યોજવામાં આવ્યા હતા અને લોકોને સ્વચ્છતા રાખવાથી થતા ફાયદા, ભીનો અને સૂકો કચરો કેવી રીતે અલગ રાખવો, મહાનગરપાલિકા ની ગાડી આવે ત્યારે આ કચરો નાખવો અને સ્વચ્છતા રાખવાથી લોકોને શું ફાયદા થાય છે તે અંગે શેરી નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત મનપાના વિવિધ વિસ્તારો ખાતે પણ ભવાઈ અને શેરી નાટકના માધ્યમથી મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા અને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ સ્વચ્છતા અભિયાનમાં નગરજનોને સહભાગી બની સ્વચ્છતા રાખવા, ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખીને મનપાની ગાડીમાં નાખવા અથવા સોસાયટીની બહાર મૂકવામાં આવેલ બિનમાં નાખવા માટે જણાવવામાં આવ્યું છે.SS1MS