૨૦ કિલો ૮૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષની કેદ

અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૦માં ૨૦ કિલો ૮૦૦ ગ્રામ ગાંજા સાથે પકડાયેલા મોહમ્મદ જાવેદ શેખને એનડીપીએસના ખાસ જજ વી.બી.રાજપૂતે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની કેદ અને રૂ.૧ લાખ દંડ ફટકાર્યાે છે. જ્યારે પુરાવાના અભાવે મતીન લિયાકત ઉસ્માનભાઈ લીલગર અને સલીમ ઉર્ફે ચાવાલા યાકુબભાઈ પટેલને પુરાવાના અભાવે નિર્દાેષ છોડી મૂકયો છે.
વટવા વિસ્તારમાંથી ૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મોહમ્મદ જાવેદ શેખ ટુ વ્હીલર ઉપર જતો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તેનો પીછો કરીને હાથીજણ પાસે રોકીને તપાસ કરતા બે થેલામાંથી રૂ.૬.૨૪ લાખની કિંમતનો ૨૦ કિલો ૮૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ડીસીબીએ આરોપી મોહમ્મદ જાવેદ શેખની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂકયો હતો.
જે કેસ ચાલતા સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરએ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, મોટા પ્રમાણમાં ડ્રાગ્સની હેરાફેરી કરવામાં આવી હતી, આરોપીઓ સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીઓના કૃત્યને કારણે યુવા ધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે અને બરબાદ થઇ રહ્યું છે, આવા આરોપીઓને છોડવામાં આવે તો ળી આવા જ ગુના કરે તેવી શક્યતા છે, સમાજમાં દાખલો બેસે અને આવા ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખતમાં સખત સજા કરવી જોઇએ.
ત્યારબાદ કોર્ટે મોહમ્મદ જાવેદ ઉર્ફે ફજુન સલીમભાઈ શેખને ગુનેગાર ઠરાવીને દસ વર્ષ કેદની સજા ફટકારી છે.સજા ફટકારતા ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, પ્રવર્તમાન સમયમાં નશીલા પદાર્થાેની થતી હેરાફેરી ખૂબ જ ગંભીર અને પડકારજનક મુદ્દો છે. આરોપી નશીલા પદાર્થનું રેકેટ ચલાવતા હોવાને કારણે ઘણા કુટુંબો નાશ પામે છે.
સ્કૂલ-કોલેજમાં જતા કિશોર-કિશોરીઓ આવા નશીલા પદાર્થની કુટેવને કારણે પોતાની યુવા અવસ્થા નાશ કરે છે. તે રીતે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ સંજોગોમાં વ્યક્તિગત હિત કરતા સમાજનું હિત વધારે મહત્ત્વનું જણાય છે.SS1MS