‘કંચના ૪’થી નોરા ફતેહીની તમિલ સિનેમામાં એન્ટ્રી

મુંબઈ, નોરા ફતેહી ટ્રેન્ડિંગ જોનર હોરર-કોમેડી ફ્રેન્ચાઇઝીની જાણીતી ફિલ્મ ‘કંચના ૪’થી ધમાકેદાર રીતે તમિલ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેના તાજેતરના ગીત ‘ઓહ મામા! તેતેમા’ની સફળતાથી ઉત્સાહિત, નોરા તેની કારકિર્દીના આ નવા તબક્કા અંગે ઘણી ઉત્સુક છે અને માને છે કે તેના માટે તમિલ સિનેમામાં ડેબ્યચુ કરવાનો આ જ યોગ્ય સમય છે.
એક ઇન્ટરવ્યુમાં તેણે ‘કંચના ૪’ કેમ પસંદ કરી તે અંગે વાત કરતાં જણાવ્યું કતે, “જ્યારે ‘કંચના ૪’ મને ઓફર કરવામાં આવી, ત્યારે મને તરત જ લાગ્યું કે તમિલ સિનેમામાં ડેબ્યુ કરવા માટે આ યોગ્ય પ્રોજેક્ટ છે.
ફ્રેન્ચાઇઝી પાસે પહેલેથી મજબુત છે અને લોકપ્રિય છે અને સ્ક્રિપ્ટ એટલી અનોખી હતી કે હું તેનો ભાગ બનવા માંગતી હતી. ‘મડગાંવ એક્સપ્રેસ’ની સફળતા પછી હું બીજી કોમેડીનો ભાગ બનવા માંગતી હતી.”મૂળ ભારતીયો માટે પણ સાઉથની ભાષાઓ બોલવી એ એક પડકાર રહ્યો છે, પરંતુ નોરા પ્રયોગોથી ખચકાતી નથી.
આ અંગે નોરાએ કહ્યું, “ભાષા હંમેશા એક પડકાર હોય છે, પણ મને પડકારો લેવો ગમે છે. મને પહેલા હિન્દી, તેલુગુ, મલયાલમ ભાષામાં એડજસ્ટ પડ્યું હતું અને હવે તમિલ ભાષામાં પણ એડજસ્ટ થઈ જઈશ. અત્યાર સુધી શીખેલી ભાષાઓમાં તે બિલકુલ સૌથી અઘરી છે, પરંતુ હું મારી લાઇનોનું રિહર્સલ કરવામાં અને ઉચ્ચારણ પર કામ કરવામાં વધારાના કલાકો વિતાવું છું.”
સેટ પરના વાતાવરણથી નોરાને પ્રેરણા અને પ્રોત્સાહન મલે છે, આ અંગે તેણે કહ્યું, “સૌથી સારી વાત એ છે કે ક્‰એ મને કહ્યું કે તેઓ કોમિક બીટ્સમાં મારી આટલી સહજ હોવાની અપેક્ષા રાખતા ન હતા. આ પ્રકારનો પ્રતિસાદ ખરેખર મને આગળ વધવા પ્રોત્સાહન આપે છે. અને મને લાગે છે કે તે સંસ્કૃતિ, ભાષાનો આદર કરવા અને તમારું શ્રેષ્ઠ આપવા વિશે તમને પ્રેરણા આપે છે.”મલયાલમ અને તેલુગુ ઉદ્યોગોમાં પણ અનુભવ હોવાથી, નોરાએ તેના ધ્યાનમાં આવેલા ભાષાના ફરક વિશે પણ વાત કરી.
તેણે કહ્યું, “દરેક ઉદ્યોગનો પોતાનો સ્વાદ હોય છે. તમિલ સિનેમા વાર્તા કહેવા પર ખૂબ જ આધારિત છે અને તે કેટલી ચાલશે તેના માટે મજબૂત સ્ક્રિપ્ટ પર ઘણો ભાર મૂકવામાં આવે છે.
બીજી બાજુ, બોલિવૂડનો પોતાની અલગ માહોલ છે. બંને ઉદ્યોગો સિનેમા પ્રત્યે ઉત્સાહી છે, પરંતુ કામ કરવાની રીત, દર્શકોની અપેક્ષાઓ અને ફિલ્મ નિર્માણ પ્રક્રિયાઓ થોડી અલગ લાગે છે. મારા માટે, બંને દુનિયાનો અનુભવ કરવો અને શીખવું મજાનું છે.” ‘કંચના ૪’નું ડિરેક્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પૂજા હેગડે પણ મહત્વના રોલમાં છે.SS1MS