પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી ૮ વર્ષ પછી ફરી સાથે જોવા મળશે

મુંબઈ, બાહુબલીના કલાકારો પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી આઠ વર્ષ પછી પહેલી વાર સ્ક્રીન પર ફરી એકસાથે જોવા મળશે. ચાહકોને આ જોડીની કેમેસ્ટ્રી ઓનસ્ક્રીન ખૂબ જ પસંદ આવી છે અને તેઓ ટૂંક સમયમાં ડિજિટલ સ્ક્રીન પર આ જોડીના ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા છે.
કેટલાક અહેવાલો અનુસાર, સાઉથના સિનેમાને પૅન ઇન્ડિયા રિલીઝનો એક નવો રસ્તો ચીંધનાર ફિલ્મ ‘બાહુબલી’ને દસ વર્ષ પૂરા થવા પર, એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત તેમના મેગ્નમ ઓપસના પહેલા ભાગ વિશે વાતચીત માટે કલાકારોની એક રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાવાની છે.
જોકે, આ કોઈ ઇન્ટરવ્યુ હશે કે પછી માત્ર વાતોમાં યાદો તાજી થશે તેના ફોર્મેટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તો પણ તેઓ ફરી એકસાથે આવશે તે જાહેરાતથી જ દર્શકો ઉત્સાહિત થયા છે.
‘બાહુબલી’ના બંને ભાગોમાં પ્રભાસ અને અનુષ્કા એકબીજા સાથે એક્ટિંગ કરતાં જોવાં મળ્યાં હતાં. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું અને ચાહકો આ જોડીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી ખૂબ જ ખુશ થયા.
ફિલ્મનો પહેલો ભાગ રાજા અમરેન્દ્ર બાહુબલીના પુત્ર મહેન્દ્ર બાહુબલીના પાત્ર પર કેન્દ્રિત હતો. થોડા વર્ષાે પછી, અનુશ્કા શેટ્ટી અને પ્રભાસ ફિલ્મ ફ્રેન્ચાઇઝની સિક્વલમાં, ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’માં પણ જોવા મળ્યાં હતાં.
જ્યારે ફિલ્મે ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યાે?’ તે અંગેના સૌથી વધુ પૂછાતા પ્રશ્નનો જવાબ આપ્યો, તે સમયે બંને કલાકારોને છેલ્લી વખત સાથે જોવા મળ્યા હતાં.SS1MS