રાજામૌલીની ફિલ્મના શૂટિંગ માટે મહેશ બાબુ સાથે પ્રિયંકા ચોપરા નૈરોબી પહોંચી

મુંબઈ, પ્રિયંકા ચોપરા હાલમાં મહેશ બાબુ સાથેની તેની ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નામ હાલ એસએસએમબી૨૯ અપાયું છે. એસએસ રાજામૌલીના ડિરેક્શનની આ ફિલ્મનું શૂટિંગ અત્યાર સુધી હૈદરાબાદ, ઓડિશા અને ભારતના અન્ય સ્થળોએ થયું છે. હવે, આ ગ્લોબલ સ્ટાર પૅન ઇન્ડિયા ફિલ્મનાં કેટલાક મહત્વપૂર્ણ સીનનું શૂટિંગ કરવા માટે નૈરોબી, કેન્યા પહોંચી ગઈ છે.
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં નૈરોબીના મસાઈ મારાની મુલાકાત લીધાં પછી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યાે છે. પીસી કારમાં બેસીને જંગલમાં સવારી કરતી જોવા મળે છે. તે ઘાસનાં ખેતરો, જંગલી પ્રાણીઓ વગેરે સહિત પ્રકૃતિની સુંદરતાથી મંત્રમુગ્ધ થતી જોવા મળે છે.વિડિયોમાં, પ્રિયંકા ચોપરા કહેતી સંભળાય છે, “હવા તાજી છે. તે સુંદર છે.”
પ્રિયંકા ચોપરા થોડા દિવસો પહેલાં એસએસએમબી૨૯ ના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. તેણે માલતી મેરી જોનાસ સાથે હૈદરાબાદની મુલાકાતની કેટલીક ઝલક પણ શેર કરી હતી. ચાહકો એસએસએમબી૨૯ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મહેશ બાબુના જન્મદિવસ પર, નિર્માતાઓએ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી વતી એક નિવેદન શેર કર્યું હતું.
આ નિવેદનમાં, તેમણે કહ્યું હતું, “ભારત અને વિશ્વભરના પ્રિય સિનેમા પ્રેમીઓ, તેમજ મહેશના ચાહકો, અમને શૂટિંગ શરૂ કર્યાને ઘણો સમય થઈ ગયો છે, અમે ફિલ્મ વિશે જાણવાની તમારી ઉત્સુકતાની પ્રશંસા કરીએ છીએ. જો કે, આ ફિલ્મની વાર્તા અને ફલક એટલો વિશાળ છે કે મને લાગે છે કે ફક્ત તસવીરો અથવા પ્રેસ કોન્ફરન્સ તેને ન્યાય આપી શકશે નહીં.”
“અમે હાલમાં અમે જે દુનિયા બનાવી રહ્યા છીએ તેને વાસ્તવિક બનાવવા માટે અમે કશાક પર કામ કરી રહ્યા છીએ. નવેમ્બર ૨૦૨૫માં તેની જાહેરાત કરવામાં આવશે, અમે તેને ક્યારેય ન જોયેલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારા બધાની ધીરજ બદલ આભાર. – એસએસ રાજામૌલી.”SS1MS