Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણે અલ્લુ અર્જુન સાથે આ ફિલ્મમાં ડ્રામા અને એક્શનથી ભરપૂર દ્રશ્યો ભજવશે

અલ્લુ અર્જુન અને અટલી સાથે દીપિકાની આગામી ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે

મુંબઈ, અલ્લુ અર્જુન અને અટલી ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંની એકના શૂટિંગમાં વ્યસ્ત છે, જેને હાલમાં એએ૨૨અએક્સએ૬ AA26XA6! તરીકે ઓળખવામાં આવે છે. તેના પ્રકારની એક અનોખી ઓલ્ટરનેટ રિયાલિટી તરીકે ઓળખાતી, એએ૨૨અએક્સએ૬ ખૂબ જ મોટા બજેટ પર બનાવવામાં આવી રહી છે.

ટીમમાં ફિલ્મના એક્શન અને વિઝ્યુઅલ્સ ડિઝાઇન કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્‰ નો સમાવેશ કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ અલ્લુ અર્જુન સાથે એક દમદાર કાસ્ટ આ ફિલ્મ માટે પસંદ કરી છે, જેમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. તે સિવાય તેમાં રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.હવે એવા અહેવાલો છે કે દીપિકા પાદુકોણ નવેમ્બર મહિનાથી અલ્લુ અર્જુન અને અટલી સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે.

સુત્રના જણાવ્યા અનુસાર, “દીપિકા પાદુકોણે ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને નવેમ્બર ૨૦૨૫માં સેટ પર જોડાય તેવી અપેક્ષા છે. તેણે ફિલ્મનાં શૂટિંગ માટે ૧૦૦ દિવસ ફાળવ્યા છે અને તે આ પ્રવાસ દરમિયાન ડ્રામા અને એક્શનથી ભરપૂર દ્રશ્યો ભજવશે તેવી અપેક્ષા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે અલ્લુ અર્જુન સાથે પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી સિન્કવ્સ છે. ટીમે દીપિકાના પાત્ર માટે યોદ્ધા અને હથિયારો સાથેનો ખાસ લૂક ડિઝાઇન કર્યાે છે.

એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મ એક પ્રકારની પેરેલલ યુનિવર્સ ફિલ્મ છે જેમાં અલ્લુ અર્જુન અલગ અલગ દેખાવ સાથે ત્રિપલ રોલમાં છે. એએ૨૨અએક્સએ૬ ભારતીય સિનેમાની ટેકનોલોજીની બાબતે સૌથી અદ્યતન ફિલ્મ છે અને આ ફિલ્મ બે અલગ અલગ દુનિયામાં આકાર લેશે, જેમાં અવતાર જેવા વૈકલ્પિક બ્રહ્માંડનો સમાવેશ થાય છે.

સુત્રએ આગળ જણાવ્યું, “એએ૨૨અએક્સએ૬નું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરવામાં આવશે અને નિર્માતાઓ તેને ૨૦૨૭ના બીજા ભાગમાં મોટા પડદા પર લાવવાનું વિચારી રહ્યા છે. અલ્લુ અર્જુને અટલીની આગામી ફિલ્મ માટે ખાસ પોતાનું કેલેન્ડર બ્લોક કરી દીધું છે અને તે પોતાની કારકિર્દીની સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ માટે ઉત્સાહથી બધું જ કરી રહ્યો છે.”

દીપિકા પાદુકોણ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ઓક્ટોબરથી શાહરૂખ ખાન સાથે કિંગમાં તેના ભાગનું શૂટિંગ કરે તેવી અપેક્ષા છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “કિંગ અને અટલીની આગામી ફિલ્મ- માતા બન્યા પછી દિપકા માટે પ્રથમ બે ફિલ્મ છે. તે ૨૦૨૬ના અંતથી બંને પ્રોજેક્ટ્‌સ વચ્ચે એકસાથે કામ કરતી કરશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.