Western Times News

Gujarati News

અજય દેવગને સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરવાની ઓફર કેમ નકારી?

મુંબઈ, અજય દેવગન ફિલ્મોમાં તમામ પ્રકારના પાત્રો ભજવવા માટે જાણીતો છે. એક સમયે અજય દેવગણે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે સમાંતર ભૂમિકા કરવા માટે ઇનકાર કર્યાે હોવાના અહેવાલો છે.

તાજેતરમાં અજયની સન ઓફ સરદાર ૨ આવી છે, જે નિષ્ફળ રહી છે. હવે તે એક મોટા પીરિયડ એક્શન-ક્રિએટ ડ્રામા માટે તૈયારી કરી રહ્યો હોવાના અહેવાલો છે. સિદ્ધાંત ચતુર્વેદીને આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ઓફર કરવામાં આવી છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ફિલ્મ સીધા્‌્‌ પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે.એક અહેવાલ મુજબ, ઘણા સમય પહેલા અજય દેવગનને સિદ્ધાંત ચતુર્વેદી સાથે સમાંતર ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી.

અજય દેવગને આ ભૂમિકા કરવાનો ઇનકાર કર્યાે હતો. તેમણે ઓટીટીને બદલે થિયેટરોમાં રિલીઝ થતી ફિલ્મો પસંદ કરી હતી. હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટથી પ્રભાવિત થઈને અજય દેવગણે આ પ્રોજેક્ટ કરવા માટે હા પાડી છે, પરંતુ પ્રોડ્યુસર તરીકે. આ ફિલ્મ અજય દેવગણના બેનર હેઠળ બનાવવામાં આવશે.મોહિત રૈનાને પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાની ઓફર કરવામાં આવી છે.

આ ફિલ્મ ૧૯૪૫ના સમયની છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી નેહા શર્મા ડિરેક્શનની દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે. આ પ્રોજેક્ટ માટેનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૫માં શરૂ થશે.

આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.આ સિવાય ૧ ઓગસ્ટે સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ધડક ૨ રિલીઝ થઈ છે, તેને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે તે પહેલી વખત કોઈ પીરિયડ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.