‘મિરઝાપુર’માં રવિ કિશન, મોહિત મલિક અને જીતેન્દ્ર કુમાર જોડાયાં

મુંબઈ, લોકપ્રિય વેબ સિરીઝ ‘મિરઝાપુર’ને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વેબ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ મહત્ત્વના રોલમાં હતા.
હવે ફિલ્મની કાસ્ટમાં મોહિત મલિક, રવિ કિશન અને જીતેન્દ્ર કુમાર પણ જોડાયાં હોવાનું મેકર્સે જણાવ્યું છે. ‘મિરઝાપુર’ના દમદાર એક્ટર્સની યાદીમાં ત્રણ નવી ટેલેન્ટનો સમાવેશ થયો છે, જેના કારણે વેબ સિરીઝ કરતાં અલગ અનુભવ આપવાના પ્રયાસને સપોર્ટ મળશે. રવિ કિશને હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં અનેક લોકપ્રિય રોલ કરેલાં છે. કોમેડી, એક્શન અને ઈમોશનલ કેરેક્ટરમાં રવિ કિશન ખૂબ અસરકારક છે. જીતેન્દ્ર કુમારને ઓટીટીના સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે અને તેનું નેચલ પરફોર્મન્સ લોકપ્રિય છે.
ફિલ્મમાં તેમના કેરેક્ટર અને સ્ટોરી લાઈનની વિગતો હજુ જાહેર કરાઈ નથી, પરંતુ આ ત્રણ એક્ટર્સના કારણે ઓડિયન્સને સરપ્રાઈઝ આપવાનો મેકર્સને વિશ્વાસ છે. મિરઝાપુરમાં કાલિન ભૈયા અને ગુડ્ડુ ભૈયાની લડાઈને મોટા પડદા પર રજૂ કરવા માટે સ્ટોરીની સાથે કેરેક્ટર્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતમાં પહેલી વખત વેબ સિરીઝના આધારે ફિલ્મ બની રહી છે.
૨૦૨૪માં ‘મિરઝાપુર’ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ હતી. ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં અલી ફઝલને ગુડ્ડુ, પંકજ ત્રિપાઠીને કાલિન ભૈયા અને મુન્ના તરીકે દિવ્યેન્દુને દર્શાવાયા હતા. ગોલુના રોલમાં શ્વેતા ત્રિપાઠીને પણ યથાવત રખાઈ છે.
સિરીઝને લોકપ્રિય બનાવ્યા પછી હવે મેકર્સે ફિલ્મમાં પણ ઓડિયન્સને પ્રભાવિત કરવા તૈયારી હાથ ધરી છે. ફિલ્ને આગામી વર્ષે રિલીઝ કરવાનું આયોજન છે. ફિલ્મની કાસ્ટમાં ‘મિરઝાપુર’ના જૂના અને જાણીતા ખેલાડીઓની સાથે નવા ચહેરાના સમાવેશના કારણે ઓડિયન્સની ઉત્સુકતા પણ વધી છે.SS1MS