આજનાં આધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રમાં બળદગાડુ લુપ્ત થતું જોવા મળી રહ્યું છે.

આધુનિક ટેક્નોલોજીનાં પરિણામે આજે બળદોનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું છે. એક સમય હતો જ્યારે બાળકો મામાનાં ઘરે જઈ બળદગાડામાં બેસવા વેકેશનની કાગડોળે રાહ જોતા હતાં. મોટરકાર, બસ, ટ્રેન, વિમાન કે સ્ટીમરની મુસાફરીથી વિતરીત બળદગાડાની સવારી ઘણી રોમાંચક હોય છે જેનાથી આજનાં બાળકો સાવ અજાણ છે.
જૂના દિવસોમાં માલ પરિવહન તથા જન પરિવહન માટેનું સૌથી સસ્તુ સાઘન એવું બળદગાડુ ભવિષ્યમાં માત્ર તસવીરોમાં જોવા મળશે એ દિવસો પણ હવે દૂર નથી. આવું જ એક બળદગાડુ લઈને ગંતવ્ય સ્થાને જતાં એક ખેડૂતની દુર્લભ તસવીર ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ધનશેર ગામે કેમેરામાં કેદ થઈ તે પ્રસંગની તસવીર. તસવીર: વિજય પટેલ (ઓલપાડ )