1 વર્ષથી કટર લઇને શાળાએ આવતો હતો વિદ્યાર્થીઃ સ્ટાફ અને શિક્ષકો પણ ગભરાતાં હતા

વિદ્યાર્થી અને તેનો પિતા મુળ રાજસ્થાની છે અને જમાલપુરમાં પતંગનો વ્યવસાય કરે છે. હત્યારો સગીર શાહઆલમ તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહે છે.
સેવન્થ-ડે સ્કૂલ- વિશાળ રેલી, મણિનગર-ખોખરા સજ્જડ બંધ- ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો
અમદાવાદ, અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હાલ ચર્ચાના ચકડોળે ચડેલી છે. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે શાળાની ઘોર બેદરકારી સામે આવી છે.
આ ઉપરાંત હિંદુ વિદ્યાર્થીની હત્યા થયા બાદ વાલીઓમાં ભારે આક્રોશ છે. લાંબા સમયથી વાલીઓ મુસ્લિમ વિદ્યાર્થીઓનાં વર્તન અને તેમના ત્રાસથી પરેશાન હતા અને વારંવાર રજુઆતો પણ કરી ચુક્યા હતા. તેમ છતા પણ શાળા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારનાં પગલા લેવાયા નહોતા.
ખોખરા સેવન્થ ડે સ્કુલ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. હત્યામાં કાયદાના સંઘર્ષ માં આવેલ બે સગીરની સંડોવણી સામે આવી છે. ક્રાઇમબ્રાંચ દ્વારા ઘટના નજરે જોનારા અને આસપાસનાં વેપારીઓ સહિત કુલ ૧૫ કરતા વધારે લોકોના નિવેદનો નોંધ્યા છે. સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ ,મૃતકના પરિવારજનો અને પ્રત્યેકદર્શીઓનાં નિવેદનો લેવામાં આવ્યા છે.
ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મુસ્લિમ વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી પોતાની સાથે કટર પોતાના કિચનમાં સાથે રાખતો હતો. પેપર કટર તે હંમેશા પોતાની સાથે રાખતો હતો. આ જ કટરથી તે અન્ય વિદ્યાર્થીઓને પણ ધમકાવત હતો.
આ જ કટરથી તેણે ૧૫ વર્ષીય નયન સંતવાણીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કટરકિચન જે નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં અન્ય ચોંકાવનારા ઘટસ્ફોટ પણ થયા છે કે, શાળામાં જુથવાદ ચાલતો હતો. વિદ્યાર્થીઓનાં બે જુથ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલતું હતું. આ અંગે વાલીઓએ અનેક રજુઆતો બાદ શાળાએ બંન્ને જુથનાં વિદ્યાર્થી આગેવાનોને બોલાવીને સોરી કહેવડાવીને સંતોષ માની લીધો હતો.
હત્યાની ઘટના બની તેનાં આગલા દિવસે જ એટલે કે ૧૩ ઓગસ્ટના રોજ મૃતકના પિતરાઈ સગીર ભાઈ સાથે હત્યા કરનાર સગીરનો ઝઘડો થયો હતો. આ ઝગડામાં મૃતક વિદ્યાર્થી અને હત્યા કરનાર આરોપી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાદ હત્યારા મુસ્લિમ વિદ્યાર્થીએ તેને જોઇ લેવાની ધમકી આપી હતી. આ બોલાચાલીની આદાવતમાં જ હત્યા થઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ હત્યારા વિદ્યાર્થીનો પિતા પણ ગુનાહિત માનસિકતા ધરાવે છે.
વિદ્યાર્થી અને તેનો પિતા મુળ રાજસ્થાની છે અને જમાલપુરમાં પતંગનો વ્યવસાય કરે છે. હત્યારો સગીર શાહઆલમ તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહે છે. હત્યારો સગીર પહેલથી સ્વેન્થ ડે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. જ્યારે હત્યામાં મદદ કરનાર સગીર ચાર મહિના પહેલા જ સ્વેન્થ ડે સ્કૂલમાં અભ્યાસ માટે દાખલ થયો હતો.
તેના પિતાનું ચાર મહિના પહેલા જ અવસાન થયું છે. હત્યામાં મદદ કરનાર સગીર અગાઉ સેટેલાઈટની જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. હાલ બંન્ને હત્યારા વિદ્યાર્થીઓની પુછપરછ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. તેઓને આવતી કાલે જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે આક્રોશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે વિદ્યાર્થીની હત્યાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને કડક કાર્યવાહી માટે રેલી યોજવામાં આવી હતી. સિંધી સમાજ સહિત સ્થાનિક લોકોએ આક્રોશ સાથે રેલી યોજી હતી.
સિંધી માર્કેટથી એલજી હોસ્પિટલ સુધીની વિશાળ રેલી યોજી હતી. હત્યા કેસમાં કડક કાર્યવાહી નહી થાય તો આમરણાંત ઉપવાસની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત વિવિધ હિંદુ સંગઠનોએ પણ મણિનગર બંધનું એલાન આપ્યું હતું જે સફળ રહ્યું હતું. સમગ્ર મણિનગર અને ખોખરા વિસ્તાર જડબેસલાક રીતે બંધ રહ્યો હતો. આ ઉપરાંત રેલીમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઇ પણ પ્રકારની અપ્રિય ઘટના ટાળી શકાય.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ બાદ અન્ય વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે સ્થળ પર જઇને તપાસ શરૂ કરી છે. સેવન્થ ડે સ્કુલમાં તમામ મામલે તપાસનાં આદેશ અપાયા છે.
જેમાં પ્રાથમિક તપાસમાં જ શાળામાં સિક્યુરિટીનો અભાવ, વિદ્યાર્થીની સારવારમાં મોડું અને શાળાના સ્ટાફે મદદ ન કરી હોવાનું સામે આવ્યું છે. જો યોગ્ય સમયે સારવાર મળી ગઇ હોત તો વિદ્યાર્થીને બચાવી શકાયો હોત. જિલ્લા શિક્ષણાધિકારી ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.