Western Times News

Gujarati News

ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં બપોરે પછી દર્શન પર પ્રતિબંધ

બપોરે ૧૨.૩૦ કલાક પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં -દર્શન નો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાનાં આ સાત દિવસ માંટે દર્શન આરતીનાં સમય માં ફેરફાર સાથે વધારો કરાયો છે

બનાસકાંઠા,  યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમ નો મેળા તારીખ ૦૧ સપ્ટેમ્બર થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પુનમ નો મેળો ૦૭ સપ્ટેમ્બર સુધી ૭ દિવસ ચાલશે. આ મેળા માં આવતાં લાખ્ખો પદયાત્રીઓ ને શાંતી અને સરળતા થી દર્શન નો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાનાં આ સાત દિવસ માંટે દર્શન આરતીનાં સમય માં ફેરફાર સાથે વધારો કરાયો છે.

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનનાં સમયમાં વધારો કરાયો છે. જે આરતી સવારે ૦૭.૩૦ કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી ૦૬.૦૦ થી ૦૬.૩૦ સુધી થશે.

સવારે દર્શન ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી.. જ્યારે બપોરે દર્શન ૧૨.૩૦ થી સાંજ નાં ૦૫.૦૦ કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજ ની આરતી ૦૭.૦૦ થી ૦૭.૩૦ સુધી અને રાત્રી નાં દર્શન સાંજે ૦૭.૩૦ થી રાતનાં ૦૯.૦૦ ના બદલે મોડી રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

જોકે આ વખતે ભાદરવી પૂનમને ચંદ્ર ગ્રહણ હોવાથી ભાદરવી પૂનમને અંબાજી મંદિર માં બપોરે ૧૨.૩૦ કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે અને ૧૨.૩૦ વાગ્યા બાદ મંદિર ન શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં યાત્રિકો સાંજના ૫.૦૦ કલાક સુધી જાળી માંથી માત્ર દર્શન થશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી ઓ માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવાશે અને તેના બીજા દિવસે એકમે સવારે ૦૮.૦૦ કલાકે મંગલા આરતી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.