લાખોની છેતરપિંડી કરતા ઈડર તાલુકાના રાવોલના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

તલોદ, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવોલ ગામના અલ્પેશ ઠાકોરને સરપંચ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ શખ્સ જે તાંત્રિક વિધિ કરતો હોવાનું અને કાળો જાદુ જાણું છું તેમ કહી હિંમતનગરના પાણપુરમાં રહેતા ફેબ્રિકેશનનું કામ કરતા વ્યક્તિ પાસેથી પૈસાનો વરસાદ કરી આપીશ તેમ કહી રૂ.૧૧ લાખની છેતરપિંડી કરતા આ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર, ઈડર તાલુકાના રાવોલ ગામનોઅલ્પેશ ઠાકોર તાંત્રિક વિધિ કરી હું કાળો જાદુ જાણુ છું અને પૈસાનો વરસાદ કરી આપીશ તેમ કહી લોકો સાથે છેતરપિંડી કરતા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ આધારે પોલીસે અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હતી
જે બાદ કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો જેને લઈને આ શખ્સ તાજેતરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં વિજયી બની રાવોલ ગામનો સરપંચ બન્યો હતો ત્યારે તંત્ર દ્વારા અલ્પેશ ઠાકોરને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.