Western Times News

Gujarati News

આધુનિક યુગમાં લુપ્ત થતી રમતો હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત જોવા મળી રહી છે

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પીઠાવાળા ટેકરામાં આદિવાસી વિસ્તારના બાળકો ગત રોજ લખોટી રમતા નજરે પડ્‌યા હતા.ટેક્નોલોજી અને મોબાઈલના યુગમાં બાળકો માનસિક તણાવથી પણ બીમાર થતા હોય છે ત્યારે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવી જૂની રમતોમાં બાળકો રમતા જોવા મળી રહ્યા છે.

આધુનિક યુગમાં અનેક પુરાની રમતો લુપ્ત થઈ રહી છે હાલ ટેક્નોલોજી અને મોબાઈલના યુગમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના વ્યક્તિઓ મોબાઈલમાં જ રસિયા પ્રસ્યા રહેતા હોય છે.ત્યારે આવા સમયમાં પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમભાવ સહિતના અનેક સંબંધો પણ આ મોબાઈલના યુગમાં ખોવાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે.

જ્યારે પહેલા જુની રમતોમાં લખોટીની રમત હોય ગીલીદંડાની રમત હોય કે કોઈપણ રમત હોય ત્યારે આવી રમતોમાં બાળકોનો ચીલ ચિરાગ અવાજ સાંભળવા મળતો હતો.ત્યારે આ ટેક્નોલોજી અને મોબાઈલના યુગમાં તો જાને આ બધી રમતો કાંઈક ખોવાઈ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભરૂચ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હજી પણ આવી જૂની રમતો જોવા મળી રહી છે

અનેક બાળકો લખોટી રમતા ભમરડા ફેરવતા કે પછી ગીલીદંડા રમતા આવી અનેક રમતો સાથે સંકળાયને તેઓનું બાળપણ વિતાવી રહ્યા છે. ત્યારે આ રમત રમતા જાણે શેરી ગલીઓમાં એક અનેરો અવાજ સાંભળવા મળતો હોય તેઓ આસપાસના લોકો જણાવી રહ્યા છે.હાલ તો ટેક્નોલોજી અને મોબાઈલના યુગમાં એક પરિવારમાં રહેલા બે બાળકો પણ સારી રીતે રમી શકતા નથી તે મોબાઈલમાં જ રસિયા પ્રસ્તાવ રહેતા હોય છે.

ત્યારે આવી પરિસ્થિતિમાં હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાના બાળકો આ રમતો સાથે સંકળાયેલા છે અને એકબીજા પ્રત્યેનો ખૂબ ભાવ પ્રેમ જોવા મળતો હોય છે.ત્યારે ગત જુના તવરા ગામે આવેલ પીઠાવાળા ટેકરાપર આદિવાસી વિસ્તારમાં નાના નાના બાળકો દરરોજ સવારે સાંજ લખોટી રમતા હોય કા ભમરડા ફેરવતા હોય કા તો પછી ગિલી દાધા જેવી અનેક જૂની રમતો થી તેઓ આનંદ માણતા નજરે પડી રહ્યા છીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.