પેટ્રોલ પંપ ૨૨ વર્ષ માટે ભાડે લેવા જતા મુંબઈના ઈસમ સાથે 12.52 લાખની છેતરપિંડી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલના અપ્રુજી ગામ ખાતે રોડ એક ખાનગી કંપનીનો પેટ્રોલ પંપ આવેલો હતો. તેનું લાઇસન્સ અગાઉ રદ થઈ ગયો હતો જેથી હાલમાં તે બંધ હાલતમાં છે આ પેટ્રોલ પંપ ફરી ચાલુ કરી ૨૨ વર્ષના ભાડે આપવાના નામે પેટ્રોલ પંપ માલિકે મુંબઈ દહીસરના એક યુવક સાથે રૂપિયા ૧૨.૫૨ લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ કઠલાલ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મુંબઈના દહીસર ઇસ્ટ માં રહેતા મુકેશ મોહનલાલ કુમાવતને ચાલુ વર્ષે નવો પેટ્રોલ પંપ નો ધંધો શરૂ કરવો હતો આ દરમિયાન તેમને જાણ કરી હતી કે કઠલાલના અપ્રુજી ગામ ખાતે રોડ પર આવેલ ખાનગી કંપનીનો બંધ એક પેટ્રોલ પંપ ભાડે આપવાનો છે જેથી મુકેશ કુમાવતે આ બંધ પેટ્રોલ પંપ ના માલિક કઠલાલ ના નારપુરા ગામના અશોકભાઈ નાગજીભાઈ રબારી નો સંપર્ક કર્યો હતો
જેના અનુસંધાનમાં પેટ્રોલ પંપ માલિક અશોક રબારીએ ધરે બોલાવતા મુકેશ કુમાવત અને તેમના બે મિત્રો મયુર દિપકભાઇ વાઘેલા રહે. સિહુંજ તા.મહેમદાવાદ, તથા આતાભાઈ જેસીંગભાઈ ઝાલા રહે.છાપરા, તા. મહેમદાવાદ એપ્રિલ ૨૦૨૫ માં તેના ઘેર ગયા હતા આ દરમિયાન અશોક રબારીએ પોતાની તબિયત સારી રહેતી ન હોય અને ચલાવનાર કોઈ ન હોય પેટ્રોલ પંપ ચાલુ કરી ભાડે આપી દેવાની વાત કરી હતી ત્યાર પછી બંને વચ્ચે પેટ્રોલ પંપ ૨૨ વર્ષ માટે ભાડે આપવાનું નક્કી થયું હતું
આ સમયે પેટ્રોલ પંપ ચાલુ કરવા માટે મુકેશ કુમાવતે રૂપિયા ૩૦ લાખ આપવા જેવું નક્કી થયું હતું ત્યાર પછી મુકેશ કુમાવતે પેટ્રોલ પંપ ના એક વર્ષના એડવાન્સ ભાડા પેટે રૂપિયા ૨,૩૧, ૦૦૦નો ચેક આપવાની સાથે પેટ્રોલ પંપ ચાલુ કરાવવાના ખર્ચ પેટે એમણે રૂપિયા ૨૧,૦૦૦ નો બીજો ચેક અશોક રબારી ને આપ્યો હતો
ત્યાર પછી અશોક રબારીએ તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ મુકેશ કુમાવત ને ફોન કરી પેટ્રોલ પંપ ના ઇન્સ્પેક્શન માટે આવનાર સાહેબોને પૈસા આપવા પડશે અને મારે બેંકમાં જવાનો ટાઈમ ન હોય તમે કહી તેણે આપેલ ચેક પેટે ના રૂપિયા ૨,૩૧,૦૦૦ તેમની પાસે પોતાના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા આ સમયે અશોક રબારીએ આપેલ ચેક પરત આપવાનું જણાવ્યું હતું
ત્યાર પછી અશોક રબારીએ ઇન્સ્પેક્શન કરાવી પેટ્રોલ પંપ ચાલુ કરી આપવાનો વિશ્વાસ આપી મુકેશ કુમાવત પાસેથી તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ઓનલાઈન રૂપિયા પાંચ લાખ મેળવ્યા હતા બાદ અશોક રબારીએ તારીખ ૮ મે ૨૦૨૫ ના રોજ નોટરી રૂબરૂ રૂપિયા ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર પેટ્રોલ પંપ ને સંચાલન કરવા માટે સોપવા બાબતનું એમ ઓ યુ મુકેશ કુમાવત ને કરી આપ્યું હતું આ સમયે તેમણે સિક્યુટેટી પેટે રૂપિયા પાંચ લાખનો ચેક તેને આપ્યો હતો
ત્યાર પછી અશોક રબારી પેટ્રોલ પંપ ચાલુ કરી સોંપવા બાબતે મુકેશ કુમાવત ને વાયદા પર વાયદા કરતો હતો આ દરમિયાન મુકેશ કુમાવતને અશોક રબારી નો અપ્રુજી ગામ ખાતે આવેલ પેટ્રોલ પંપ નું લાયસન્સ કંપનીએ ત્રણ વર્ષ પહેલા રદ કરી દીધું હોય પેટ્રોલ પંપ ફરીથી ચાલુ કે ટ્રાન્સફર થઈ શકે તેમ નથીનુ જાણવા મળ્યું હતું
જેથી તેમણે સંપર્ક સાધતા અશોક રબારીએ કંપનીના સાહેબને પૈસા આપવા પડશે તો જણાવી રોકડા રૂપિયા ૧૦,૦૦,૦૦૦ માંગતા મુકેશ કુમાવતે આપ્યા ન હતા