કોંગ્રેસ કાર્યકરો ધરણાં પર ઉતરતાં ડે. કમિશ્નર ચેમ્બર છોડીને રફૂચકકર

નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરની કચેરી બહાર જ કોંગ્રેસના ધરણાં
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને લઘુતમ વેતન ધારા હેઠળ પગાર ચૂકવવામાં આવે છે કે નહીં તે અંગેની માહિતી ગત ફેબ્રુઆરી માસમાં શહેર કોંગ્રેસ પ્રમુખે માગી હતી જે રૂબરૂ આવી ચેક કરવા પાલિકાએ પત્ર પાઠ્ય હતો
એ પત્રના અનુસંધાનમાં કોંગ્રેસ પ્રમુખ મહાનગરપાલિકામાં ગયા તે વખતે ડેપ્યુટી કમિશનરની કચેરીને તાળું હતું ડેપ્યુટી કમિશ્નર માહિતી આપવાના બદલે પોતાની ચેમ્બર છોડીને ત્યાંથી રફૂચકકર થઇ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ત્યારબાદ મહાનગરપાલિકામાં જ ધરણા કર્યા હતા જેને લઈને ભારે હંગામો થયો હતો
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દીક ભટ્ટે જણાવ્યું હતુ કે, નડિયાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ જેમાં કોન્ટ્રાકટ પર અને આઉટર્સોસિંગ પર ફરજ બજાવતા કર્મચારીઓને જે પગાર ચુકવવામાં આવે છે. તે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન લઘુતમ વેતનધારા મુજબ ચુકવાય છે કે નહીં. તેઓને ગ્રેજયુઇટી અપાય છે કે, નહીં, તેઓના પગાર તેઓના એકાઉન્ટમાં કરવામાં આવે છે કે નહીં તે અંગેની માહિતી માંગવામાં આવી હતી.
પરંતુ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા આ માહિતી આપી ન હતી. તેમજ એક પત્ર લખીને રૂબરૂમાં મહાનગરપાલીકામાં આવીને રેકર્ડ જોવા માટે જાહેર માહિતી અધિકારી અને સીટી ઇજનેર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના સભ્યો મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા. તેમજ તેઓએ આ માહિતી માંગી હતી. પરંતુ ડેપ્યુટી કમિશ્નર માત્ર ગણતરીની મિનીટોમાં જ ત્યાંથી પલાયન થઇ ગયા હતા.
જેથી કોંગ્રેસના તમામ સભ્યોએ તેઓની ચેમબરની બહાર જ બેસી જઇને ધરણાં કર્યા હતા. તેમજ તેઓએ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલીકા દ્વારા જે પણ કર્મચારીઓ છે તેઓને લઘુતમ વેતન ધારા હેઠળ પગાર ચુકવવામાં આવતો નથી. સાથે સાથે જે પણ પગાર ચૂકવાય છે.
તે આગઉસોસિંગ એજન્સીઓ અને રોજમદારોને રોકડમાં ચુકવાય છે. તેઓને ગ્રેજયુઇટીનો પણ કોઇ જ લાભ આપવામાં આવતો નથી. સરકાર દ્વારા પગાર માટેના નાણાં ફળવાય છે. તેમછતાં પણ કર્મચારીઓને પુરતો પગાર ન ચુકવીને વચ્ચે એજનસીઓના કર્તાહર્તા દ્વારા કમિશન લેવામાં આવે છે. જેથી કર્મચારીઓને તેઓની મહેનતના પુરતા પૈસા સરકારના ધારાધોરણ મુજબ મળવા જોઇએ તે મળતા નથી.